Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વાળંદ દંપતિએ બ્લેકમેઇલીંગ કરતા જેતપુરના આરબટીંબડીના પટેલ આધેડે આપઘાત કર્યો'તો

હિરલબેન ભાયાણી અને તેનો પતિ ગીરીશ છેડતીના કેસમાં ફિટ કરવાની ધમકી આપી ર લાખ માંગતા હોવાની સ્યુસાઇડ નોટ મળીઃ વાળંદ દંપતિ સામે ગુન્હો નોંધાયા

જેતપુર તા. ૧ર આરબટીંબડીના પટેલ આઘેડને આપઘાત માટે મજબુર કરનાર વાળંદ દંપતિ સામે પોલીસમાં ફરીયાદ થતા ચકચાર જાગી છે. વાળંદ દંપતિ બ્લેકમેઇલીંગ કરતા હોય તેનાથી કંટાળી જઇ આપઘાત કર્યાનું બહાર આવ્યું છે.

બનાવની વિગત એવી છે કે, આરબટીંબડી ગામે રહેતા દિનેશભાઇ અરજણભાઇ કોરાટે (ઉ.પપ) તેના ભાઇ વિનોદભાઇ (રહે. કોટડીયાવાડી આસોપલવ સોસા.) ને ફોન કરીને કહેલ કે (મારા થી જીંદગી જીવાય તેમ નથી હું જીંદગી ટૂંકાવું છે) અને ફોન કાપી નાખેલ જેથી વિનોદભાઇ આરબટીંબડી ગામે તેના ઘેર ગયા પરંતુ  ત્યાં ન હોય તેની વાડીએ જતા ત્યાં પીપળાના ઝાડની ડાળીએ લાશ લટકતી હોય આ અંગેની જાણ તાલુકા પોલીસમાં કરેલ હતી.

અંતિમક્રિયા કયાં બાદ દિનેશભાઇનું મો. સ. તપાસના તેની ડેકી માંથી બંધ મોબાઇલ ફોન મળેલ અને તેની સાથે સ્યુસાઇડ નોટ લખેલી મળી આવેલ જેમાં લખેલ કે આ જ ગામના હિરલબેન ગીરીશભાઇ ભાયાણી ને બહારના એક માણસ સાથે કામ કરતા જોઇ ગયેલ હોય તેથી હિરલબેન દિનેશભાઇને બ્લેકમેઇલ કરતી કે જો આ વાત કોઇને કહીશ તો તે મને પકડી ચેનચાળા કર્યાનું મારા ઘરવાળીને કહી દઇશ. બાદમાં તેણીએ  તેના પતી ગીરીશને કહેલ કે આ દિનેશ મારી સાથે ચેનચાળા કરે છે જેથી દિનેશભાઇને બોલાવી માર મારવાની ધમકી આપી કહેલ કે અમે ચારે ભાઇઓ તને મારી નાખશું.

ગત તા. ૧૧ ના રોજ આવીને કહેલ કે જો તારે  સમાધાન કરવુ હોય તો દિવસ (ર) માં રૂ. ર લાખ આપજે નહિતર મારી નાખીશુ. અને પોલીસ કેસ કરીશ જેથી તેની પાસે રૂ. ર લાખ ન હોય ઉપરોકત આ હિરલબેન ૪ વખત અગાઉ પણ આવી જ ધમકી આપી રૂપિયાની માંગણી કરતી.

આ બન્ને જણાનો ત્રાસ સહન નહિ થતા આત્મહત્યા કરેલ હતી.

મૃતક દિનેશભાઇના ભાઇએ વાણંદ દંપતી વિરૂધ્ધ ફરીયાદ લખાવતા તાલુકા પોલીસે બન્ને વિરૂધ્ધ આઇ. પી. સી. ૩૦૬, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:31 pm IST)