Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કેશોદના અગતરાયમાં છાસવારે ચોરીના બનતા બનાવો નિવારવા રજુઆત

કેશોદ, તા.૧પઃ કેશોદ તાલુકાના અગતરાય ગામે દશથી પણ વધુઙ્ગ માલસામાન તથા રોકડની ચોરી થયેલછે. જેમાં રહેણાંકવિસ્તારમાં, સોનીની દુકાનમાં,ગૌશાળામાં, કુમાર પે સેન્ટર શાળા, ગ્રામ પંચાયત, મંદિર ઉપરાંત ખેડુતની અગીયાર ગુણી જીરૂ તથા પાણી પુરવઠા બોર્ડની ઈલેકટ્રીક મોટર સહીતની ચોરીના બનાવો બન્યા છે. આ ઉપરાંત તાજેતરમાં જેડીસીસી બેંક શાખામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા આગ ચાંપી દેતા રોકડ રકમ તથા માલ સામાન બળીને ખાખ થઈ ગયેલ હતો. અવારનવારઙ્ગ છાસવારે ચોરીના બનાવો બનતા હોય, ગ્રામજનો દ્વારા પોલીસને ફરિયાદ કરવામા આવે તો ફરીયાદ નોંધવામાં આવતી નથી સાદી અરજી લેવામાં આવતી હોવાનો ગ્રામજનોનોએ આક્ષેપ કર્યો છે. અને વારંવાર બનતા ચોરીના બનાવોમાં  એકપણ ચોરીનો ભેદ ઉકેલાયેલ નથી. જે બાબતે અગતરાય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડે. કલેકટર, મામલતદાર તથા પોલિસ ઈન્સપેકટર કેશોદને આવેદનપત્ર આપી તાત્કાલિક આ ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી માંગણી કરી છે .અન્યથા અગતરાયગામના ગ્રામજનોદવારા સ્વયંભુ ગામ બંધ રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.(૨૩.૧૪)

 

જુનાગઢ શ્રોતાઓને મળતા મોરારીબાપુ

જુનાગઢ ભવનાથ તળેટી સ્થિત રૂપાયતન સંસ્થાના પરિસરમાં શરદપુનમના દિવસે પુ.મોરારીબાપુ ના હસ્તે નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો હતો દરમિયાન મોરારીબાપુ જૈનસમાજમા સેવા ભાવી અગ્રણી રમેશભાઇ શેઠ સહિતના શ્રોતાઓને મળ્યા હતા જે લાક્ષાણિક તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોશી તસ્વીર મુકેશ વાઘેલા)(

(1:39 pm IST)