Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કાલે ખંભાળીયામાં વિજ પ્રશ્ને પીડીત ખેડૂતોની હક્કની લડાઇ...

ગામે ગામથી સામુહિક લડત આપવા ખેડૂતો એકઠા થશેઃ જીઇબી કચેરીએ સામુહિક રજૂઆત કરાશે : અગાઉ પાંચ ગામના ખેડૂતોએ કચેરીએ ધામા નાખતા તંત્ર સફાળુ જાગી પ્રશ્ન હલ કરેલ

ખંભાળીયા તા. ૧પ :.. ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડ ચારેય તાલુકાના દેવભૂમિ જિલ્લાના ખેડૂતોને સતત અનિયમિત રીતે વીજ પુરવઠો આપવામાં આવતો હોય પીજીવીસીએલ દ્વારા સમયસર નિયમિત રીતે વિજળી પુરી પાડવી એ ફરજ હોવા છતાં આમ ના થતાં સામુહિક રીતે લડત આપવા માટે કાલે તા. ૧૬ ગુરૂવારે પીજીવીસીએલ ખંભાળીયા ખાતે સામુહિક લડતનું આયોજન કિશાન કોંગ્રેસના પાળભાઇ આંબલીયાની આગેવાનીમાં કરાયું છે.

પોતાના ગામ માટે ર૦-રપ-રપ૦-૧૦૦ ખેડૂતોએ લડવાને બદલે જિલ્લાનાં દરેક ગામ દીઠ પ૦-પ૦ ખેડૂતો ખંભાળીયા કચેરીએ આવી ને કાયદા મુજબ ખેડૂતોના હકક અને અધિકારની લડત કરશે.

જયારે જરૂર છે ત્યારે ખેતરમાં પાકને પાણી પીવડાવવા વિજળી મળતી નથી, કયારે લાઇટ આવશે ની રાહ જોતા રાત ઉજાગરા ખેડૂતો કરે છે. ત્યારે ગામ દીઠ પ૦-પ૦ ખેડૂતોએ તેમના  હકકના પ્રશને ઉમટી પડવા માટે પાળભાઇ આંબલીયાએ આહવાન આપ્યું હતું તથા ખેડૂતોને હકક અંગે થવા અપીલ કરી છે.

દ્વારકા જિલ્લામાં ૧-૧૦ ના શરૂઆતના દિવસે ખેડૂતો માર્કેટીંગ યાર્ડોમાં ઉમટી પડતા ભારે ઘસારો થતાં અવ્યવસ્થા સર્જાઇ હતી જે પછી જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ વ્યવસ્થિત આયોજન કરતા ગઇકાલ સુધીમાં પ૦ હજાર સુધી આંકડો પહોંચવામાં છે. જેમાં તાલુકા વાઇઝ જોઇએ તો ભાણવડમાં ૧૧૧૬૮ રજિસ્ટ્રેશન થયા છે. જેમાં યાર્ડમાં માત્ર ૬૬૩ થયા છે. દ્વારકામાં ૧ર૬ર થયા છે. તેમાં યાર્ડમાં ૧૯૧ થયા છે. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ર૦પ૭૦ નું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં યાર્ડમાં માત્ર ૬૮ર થયું છે. જયારે ખંભાળીયા તાલુકામાં ૧૪૦૭૩ નં રજિસ્ટ્રેશન થયું છે. જેમાં યાર્ડમાં ૭૦૭ થયા છે.

જિલ્લા કલેકટરના ખાસ પ્રયાસોથી તાલુકાના ગામડાઓમાં વ્યવસ્થિત રજિસ્ટ્રેશન થતાં ખેડૂતોને ગામમાં જ રજિસ્ટ્રેશન થાય તેવું થતાં ૪૭૦૭૩ ના રજિસ્ટ્રેશન માંથી ૪૪૮૩૦ ગામડાઓના મશીનો પર થયા છે. જે ગત વર્ષો કરતા રેકોર્ડરૂમ છે અને કયાંય કોઇ ટ્રાફીક પણ નથી.

અગાઉ પાંચ ગામના ખેડૂતોએ તંત્રને બાનમાં લેવા થ્રી-ફેઝ જોડાણો ચાલુ કરાયા હતા

ખંભાળીયા : તાલુકાના વડત્રા હેઠળના બેરાજા, ઝાકલીયા, દાત્રાણા, મોટા, નાના આસોટા તથા બેહ ગામોમાં પાંચ - પાંચ દિવસથી થ્રી ફ્રેઇઝ લાઇન ચાલુ ના કરાતા ઇલે. મોટરો ચાલુ ના થતાં પાણીની જરૂરતવાળા ખેડતો છતે પાણીએ પાકને પાણીના આપી શકે તેવી સ્થિતી થતાં તથા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ અંગે તંત્ર દ્વારા રીપેરીંગ ચાલુ છે ની કેસેટમાં જવાબ અપાતો હોય ઝાકરીયાના સરપંચ ભીખાભાઇ જોશીની આગેવાનીમાં ખેડૂતો ઉમટી પડયા હતાં.

એક સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર બેસી જતાં તથા જયાં સુધી નિરાકરણ ના થાય ત્યાં સુધી ઉઠશું નહીંં તેમ કહીને અડીંગો જમાવતા તથા ખેડૂતોનો રોષ ફાટી નિકળતા તંત્ર દોડયું હતું તથા ખૂદ કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલના દ્વારા તાકીદે વડત્રા જઇને  આ તમામ ગામોમાં થ્રી-ફ્રેઝ જોડાણ લાઇન ચાલુ કરી હતી તથા આ લાઇન પર કોઇ પ્રશ્ન થાય તો તુરત રીપેરીંગ કરવા માટે એક જીપ સાથે ટેકનીકલ સ્ટાફને પણ રાખતા આ પાંચ ગામનો પ્રશ્ન હલ થયો હતો.

જો કે એક તબકકે ખંભાળીયા પીજીવીસીએલના દરવાજા પણ બંધ થઇ ગયા હતા તથા તંત્ર પર ખૂબ જ દબાણ પણ આવ્યું હતું.

આજે પણ વીજ તંત્ર દ્વારા અને સારી રીતે લેવા ફીડર પર રીપેરીંગ જંપર બદલવા વાયરો સરખા કરવાના કાર્યો ચાલુ રખાયા છે.

(1:29 pm IST)