Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મોરબી હત્યા કેસના આરોપી હિતુભા ઝાલા જે કારમાં ભાગી ગયો તે ડ્રાઇવર સાથે જપ્ત

પીએસઆઇ સહિત ૪ ની ધરપકડ પોલીસ બેડામાં ફફડાટ

મોરબી-વઢવાણ,તા.૧૫: મોરબી ચકચારી મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઈ આરીફ મીર પર હુમલાના પ્રકરણમાં સન્ડોવાયેલ મુખ્ય સૂત્રધાર શનાળાના હિતુભા ઝાલા ધ્રાંગધ્રા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે.ત્યારે આ આરોપી એ ભાગવા માટે જે ફોરચુનર કાર નો સહારો લીધો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા ધ્રાંગધ્રા હોનેસ્ટ હોટેલ નજીકથી ગઈ કાલે પોલીસ જાપતામાંથી ફરાર બન્યા હતા. હિતુભા પોલીસને ચકમો આપી ફોર્ચ્યુનર કાર જીજે ૧૮ બીજી ૬૦૯૩માં નાસી જતા પોલીસે નાકાબંધી કરી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.ત્યારે ગઈ કાલે મોડી રાત્રે આ કાર વઢવાણ પાસે થી દ્રાઈવર સાથે પોલીસ એ ઝડપી લીધી છે.

ભાગનાર આરોપી હિતુભાની થોડા દિવસો પહેલાં ATS દ્વારા અમદવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હત્યા સહિતના ગુન્હામાં ધરપકડ બાદ હિતુભાને અમદાવાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. જેને આજે અમદાવાદથી મોરબી કોર્ટમાં તારીખ હોવાથી લઇ આવવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ધ્રાંગધ્રા પાસે તેઓ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઈ છે.

ત્યારે પોલીસ ને પહેલી કડી માં CCTV ફૂટેજ ના આધારે આ કાર ને ઓળખી મોડી રાત્રે વઢવાણ નજીક ડ્રાઈવર સાથે આ કાર ઝડપી પોલીસએ કબજો મેળવ્યો છે.ત્યારે આગામી સમયમાં પોલીસ આ ભાગેડુ હત્યારા ની વધુ નજીક પહોંચવા ના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવીયા છે.

મોરબી શહેરના શનાળા રોડ પર પર ફાયરીંય કરીને મુસ્તાક મીરને એક વર્ષની પહેલા હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે ગુનામાં પકડાયેલા હિતેન્દ્રસિંહ ઝાલા પેરોલ જમ્પ કરીનેે નાશી ગયા હતા ત્યારબાદ શહેરનાકાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા મૃતક મુસ્તાક મીરનાભાઇ આરીફ મીર ઉપર ભાડૂતી મારા મોકલાવીને અંધાધુંધ ફાયરિંય કર્યું હતું.જેમાં આ હુમલો હિતેન્દ્રસિંહ ઝાલાની અમદાવાદમાથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તે સાબરમતી જેલમાં હતા. ત્યાંથી આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને મોરબીની સેશન્સ કોર્ટમાં લઇને આવતા હતા તે દરમિયાન ધ્રાંગધ્રા હોનેસ્ટ હોટેલ નજીકથી આજે સવારે ૧૦ વાગ્યાના આરસામાં પહેલા પોલીસ જાપ્તામાંથી હિતેન્દ્રસિંહ ઝાલા ફરાર થઇ ગયા હતા. જેથી ધ્રાંગધ્રાના હેડ કોન્સ્ટેબલ લલીતભાઇ મેરૂભાઇ ફરીયાદ લઇને હાલમાં નરોડામાં પીએસઆઇ હર્ષપાલસિંહ રાજેન્દ્રસિંહ જેનાવત હેડ તેમજ કોન્સ્ટેબલ રાજુભાઇ ગણપતભાઇ બારીયા દિલીપભાઇ બુટાભાઇઓ જાદવ ગજેન્દ્રસિંહ તથા ભીખુભા હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા તેમજ ર્ફો્યુજનર કાર જીજે-૧૮ ૬૦૯૩ના ચાલક અને તેની સાથે બેઠેલ અન્ય એક વ્યકિત એમ કુલ સાત શખ્સની સામે ગુનો નોંધયો છે. જેમાંથી હાલમાં પીએસઆઇ હર્ષપાલસિંહ જેનાવત રાજુભાઇ બારીયા દિલીપભાઇ જાદવ અને ગજેન્દ્રસિંહ ભીખુભાની ધરપકડ કરવામાં આવી છે.

(1:23 pm IST)