Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જુનાગઢમાં કારની ચોરી કરનાર જામનગરનાં દશરથસિંહ જાડેજાની ધરપકડ

જુનાગઢ, તા. ૧પ : સને 2016ની સાલમાં તા. 12.09.2016 ના રોજ ગાંધીગ્રામ બેન્ક ઓફ ઇન્ડિયાની બાજુમાંથીઙ્ગ પોતાના મિત્રને ત્યાં દ્યર પાસેથી અજાણ્યા ચોર દ્વારા પોતાની હુંડાઈ આઈ૨૦ કાર કિંમત રૂ. 6,41,000/- ની ચોરી કરવામાં આવેલ હતી. આ બાબતેઙ્ગ ફરિયાદી ચેતનકુમાર જીવરાજભાઈ ઠુમ્મર જાતે પટેલ ઉવ. 29 રહે. સીદ્ઘિ વિનાયક સોસાયટી, ખલીલપુર રોડ, જોશીપરા, જૂનાગઢ દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી  

    જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંદ્ય દ્વારા  જીલ્લામાં બનતા દ્યરફોડ ચોરી, વાહન ચોરી, જેવા મિલકત વિરુદ્ઘના ગુન્હાઓ શોધી કાઢી, આરોપીઓને પકડી પાડી, મુદામાલ કબ્જે કરવા માટે  જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સુચનાઓ  કરવામાં આવેલ છે.

   જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંદ્યની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબેશ્નર ડીવાયએસપી એમ.ડી.બારૈયાના માર્ગદર્શન હેઠળઙ્ગ સી ડિવિઝન પો.સબ ઇન્સ. જે.બી.કરમુર તથા સ્ટાફના હે.કો. મેહુલભાઈ, કૈલાસભાઈ, કટારાભાઈ, ભગાભાઈ, પો.કો. પ્રવીણભાઈ, રવિરાજ, સહિતના સ્ટાફની ટીમને ફરિયાદી દ્વારા મળેલ માહિતી આધારે મુદામાલની હુંડાઈ આઈ 10 કાર જે જગ્યાએ ગીરવે મુકેલ તે વિગત મળતા, જામનગર રાંદલનગર ખાતેથીઙ્ગ  આરોપી દશરથસિંહ દ્યનશ્યામસિંહ જાડેજાને ત્યાંથી મુદામાલની આઈ 10 કાર કિંમત રૂ. 6,81,000/- નો મુદ્દામાલ કબ્જે  કરવામાં આવેલ હતો. બાદમાં  આરોપી દશરથસિંહ દ્યનશ્યામસિંહ જાડેજા ઉવ. 32 રહે. રામેશ્વરનગર, રાંદલ નગર, મહાદેવના મંદિર પાસે, જામનગરની ધરપકડ  કરી, પકડી પાડવામાં આવેલ છે...

   જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબેશ્નર ડીવાયએસપી એમ.ડી.બારૈયાના માર્ગદર્શન હેઠળઙ્ગ સી ડિવિઝન પો.સબ ઇન્સ. જે.બી.કરમુર તથા સ્ટાફના હે.કો. મેહુલભાઈ, ભગાભાઈ, પો.કો. પ્રવીણભાઈ, રવિરાજ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પકડાયેલ આરોપીની સદ્યન પૂછપરછ કરવામાં આવતા, પોતાને દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ખજૂરી ગામે રહેતા, ભરતભાઇ ભીમશીભાઈ આંબલિયાએ પોતે તેની પાસે રૂપિયા બે લાખ માંગતા હોય, તેની પાસેથી લીધેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. ભરતભાઇ આંબલિયાએ પોતાને પાંચેક દિવસમાં કાગળો આપવાનું કહેલ પરંતુ, પોતાને કાગળો આપેલ નહીં હોવાથી, પોલીસ ચેક કરે ત્યારે બતાવવા માટે ભરતભાઇ આંબલિયાએ જાતે પોતાની રીતે GJ-01-RU-4954 નંબર ના કાગળો બનાવી નાખેલ હતા. આ કાગળો તથા એક દ્યનશ્યામસિંહ સીદુભા જાડેજાના નામનું ગુજરાત પોલીસનું ઓળખ કાર્ડ પણ મળી આવેલ હતું. જે બોગસ આર.સી.બુક, કાગળો તથા ઓળખ કાર્ડ કે જે પોતાના પિતાનું હોઈ, પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે..

   જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબેશ્નર ડીવાયએસપી એમ.ડી.બારૈયાના માર્ગદર્શન હેઠળઙ્ગ સી ડિવિઝન પો.સબ ઇન્સ. જે.બી.કરમુર તથા સ્ટાફ દ્વાફ પકડાયેલ  પોલીસ પુત્ર આરોપી  દશરથસિંહઙ્ગ દ્યનશ્યામસિંહ જાડેજા રહે. જામનગરની આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવતાપકડાયેલ આરોપી એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરેલ છે અને પ્રાઇવેટ નોકરી  કરે છેભૂતકાળમાં સને 2009 તથા 2014®¾‚ જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશ ના બે ગુન્હાઓમાં પકડાયેલ છે. ઉપરાંત, સને 2014 તથા 2016 માં સુરત શહેરના પલસાણા અને ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે તેમજ સને 2019 માં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસોમાં પણ પકડાયેલાની કબૂલાત  કરવામાં આવેલ છે. આમ, પકડાયેલ આરોપી  ખૂનની કોશિશ અને વિદેશી દારૂના અડધો ડઝન જેટલા ગંભીર ગુન્હાઓમાં પકડાયેલ આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની વિગતો  જૂનાગઢ પોલીસને સાંપડેલ છે.

   પકડાયેલ આરોપી દશરથસિંહઙ્ગ દ્યનશ્યામસિંહ જાડેજા પાસેથી મળી આવેલ બોગસ આરસી બુક તથા ગુજરાત પોલીસનું ઓળખ કાર્ડ બાબતે સી ડિવિઝન પોલીસ દ્વારા  ખોટા દસ્તાવેજો બનાવવા, તેનો સાચા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમોનો ઉમેરો  કરી, આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી,  પોલીસ રિમાન્ડ  મેળવવામાં આવેલ હતા. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ બનાવેલા ખોટા દસ્તાવેજો બાબતે પુરાવાઓ એકત્રિત કરી, જેલ હવાલે કરવામાં આવેલ છે..આમ,  જૂનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા સને 2016 ની સાલમાં થયેલ હુંડાઈ આઈ૧૦ કારની ચોરીનો ભેદ ખોલી, મુદામાલ કબ્જે કરી, આરોપીની ધરપકડ  કરવામાં આવેલ છે. જુનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા આ હુંડાઈ કારની ચોરીમાં સંડોવાયેલ દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ખજૂરી ગામે રહેતા, આરોપી ભરતભાઇ ભીમશીભાઈ આંબલિયાને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(1:25 pm IST)
  • નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જાહેર કર્યું છે કે નક્સલીઓને વ્યવસ્થિત નાણા ભંડોળ મળી રહ્યું છે અને તેમનો હેતુ દેશમાં આતંક ફેલાવવાનો છે access_time 11:00 pm IST

  • મહારાષ્ટ્રમાં 1 કરોડ યુવાનોને રોજગારી આપવાનું ભાજપનું વચન અને ઉત્તર પ્રદેશમાં 25 હજાર હોમગાર્ડ જવાનોને નોકરીમાંથી રુખસદ: ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે લીધેલા નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસ મેદાનમાં access_time 12:19 pm IST

  • ટોર્ક મોટરમાં રોકાણ કરવા રતન તાતા જઈ રહ્યા છે: તેમની કંપની આગામી થોડા મહિનાઓમાં તેમના ફ્લેગશીપ ઇલેક્ટ્રિક મોટર સાયકલને લોન્ચ કરવા તૈયારી કરી રહેલ છે access_time 11:01 pm IST