Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જસદણ કાપડ એશો. દ્વારા સ્તુત્ય નિર્ણય

રવિવારે રજામાં વેપારીઓને સરકારી કામ માટે પડતી મુશ્કેલીઓ જાણશે

જસદણમાં વેપારીઓને સરકારી કામમાં પડતી મુશ્કેલીઓ જાણવા રવિવારે એશો.ના હોદ્દેદારો વેપારીઓની દુકાનની મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)

જસદણ તા.૧૫ : કાપડ એસોસિએશનએ તાજેતરમાં પ્લાસ્ટીકના કપ ગ્લાસ ન વાપરવાનો નિર્ણય લઇ સૌરાષ્ટ્રના વેપારીઓમાં એક અનોખો દાખલો બેસાડયાના સમાચારની હજુ શાહી સુકાય નથી ત્યારે રવિવારે રજાના દિવસે આ એશો.એ એક વધારાનો નિર્ણય લેતા સભ્યોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી.

આ અંગે પ્રમુખ સંજયભાઇ વિરોજાએ જણાવ્યુ હતુ કે અમારા એશો.માં દોઢસોથી વધુ દુકાનદારો છે જેમાં મોટાભાગના વેપારીઓને કોઇને કોઇ સરકારી કચેરીઓમાં કામની સમસ્યા હોય છે લીગલી અમુક કામોની વારંવાર રજૂઆત હોવા છતા કામો થતા નથી જે કારણોસર રવિવારે અમો દરેક શોપ પર મુલાકાત લીધી હવે આગામી દિવસોમાં અમો વેપારીઓને રાહતરૂપ કામો કરવાનો નિર્ણય લીધો છે.

(12:47 pm IST)