Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કોટડાસાંગાણી સાથે એસ.ટી તંત્રનું ઓરમાયુ વર્તન : ગમે ત્યારે રૂટ કેન્સલ કરી દેવાય છે !!

ગમે ત્યારે રૂટ કેન્સલ થતા મુસાફરોને કલાકો સુધી બેસવુ પડે

કોટડાસાંગાણી તા.૧૫ : કોટડાસાંગાણી સાથે છેલ્લા લાંબા સમયથી ગોંડલ અને રાજકોટ એસ ટી ડેપો દ્રારા હળાહળ અન્યાય કરી આ રૂટની બસ બંધ કરી દેતા હોવાના કારણે મુસાફરોને ભારે હાલાકિ ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે આ મામલે અરવીંદભાઈ સિંધવ દ્રારા ગાંધીનગર સુધી રજુઆત કરાઈ છે.

એક તરફ સરકાર દ્વારા એસ ટી પાછળ કરોડોની ગ્રાન્ટ ફાળવી એસટીને છેવાડાના માનવી સુધી પહોચાડવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.પરંતુ કયાંક અધીકારીઓના અણધડ આયોજનો ના કારણે એસટીના રૂટ કેન્સલના કરાતા હોવાથી મુસાફરોને પારાવાર મુશ્કેલીની સાથે અનેકવાર હેરાન પરેશાન થવાનો વારો આવે છે. આવુ જ કાઈક લાંબા સમયથી કોટડાસાંગાણી સાથે થતુ આવ્યુ છે. રાજકોટ અને ગોંડલ ડેપોના કારણે અનેક મુસાફરોને રઝહવાનો વારો આવ્યો છે. ગોંડલ ડેપો દ્રારા છેલ્લા એક અઠવાડિયાથી ગોંડલ કોટડાસાંગાણી ખોખરી રાજકોટ રૂટની બસને કેન્સલ કરી દેવાતા હોવાથી વિદ્યાર્થીઓ અને મુસાફરો રઝળી પડે છે. અનેક રજુઆત છતા કોઈ અસર નહી થતા મુસાફરો પણ રોષે ભરાયા છે. સરકાર છેવાડાના માનવી સુધી એસ ટી પહોચાડવાના પ્રયાસોને અધીકારીઓજ કયાંક રોક લગાવી દેતા હોવાનો આક્ષેપ સાથે રજૂઆત કરાઈ છે.આમ તો કોટડાસાંગાણી બેતાલીશ ગામનો તાલુકો હોઈ પરંતુ એસટીની સુવીધાના નામે મીંડુ હોઈ તેમ લાગી રહ્યુ છે. તાલુકા તંત્ર મા કામ અર્થે આવતા અનેક અરજદારોને એસટીના પાપે કલાકો સુધી બસ સ્ટેશનમાં જ પડ્યા પાથર્યા રહેવાનો વારો આવે છે. તેમા પણ નાના બાળકોના વાલીઓ તેમજ વીદ્યાર્થીઓની હાલતતો કફોડી બની જાઈ

(12:43 pm IST)