Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ભાવનગરઃ ગુન્હાખોરી ઘટાડવા અને આરટીઓના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા વાહન ડ્રાઇવ

ભાવનગર તા. ૧પઃ ભાવનગર જિલ્લામાં ગુન્હાખોરીનું પ્રમાણ ઘટાડવાના ભાગરૂપે તેમજ આરટીઓના નિયમોનો ચુસ્ત પણે અમલવારી કરાવવાના ભાગરૂપે ભાવનગર શહેરમાં તમામ ડીવીઝન દ્વારા વિવિધ વિસ્તારોમાં વાહન ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી.જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરના આદેશાનુસાર ભાવનગર સીટી ડીવાયએસપી મનીષ ઠાકરના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેરમાં તમામ ડીવીઝનો દ્વારા આજે વાહન ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી. શહેરના નિલમબાગ સર્કલ, જકાતનાકા, કાળીયાબીડ, આર.ટી.ઓ. સર્કલ સહિતના વિસ્તારો પર પોલીસ કાફલાઓ પસાર થતા વાહનોને રોકી ચેકીંગ કર્યું હતું. આ ઉપરાંત કાળી ફિલ્મ લગાવેલી કારમાંથી ફિલ્મો પણ ઉતારી લેવાઇ હતી. વાહન ચેકીંગના પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

(12:41 pm IST)