Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ધારીઃ ચંદ્રમોલેશ્વર ગરબી મંડળ દ્વારા શરદોત્સવ બાળાઓ અને બાળકોને લ્હાણીઃ દુધ પૌવાનો પ્રસાદ

ધારી તા. ૧પઃ શરદપુર્ણીમાંના મીઠા અજવાળે શરદોત્સવ પ્રસંગે ચંદ્રમૌલેશ્વર ગરબી મંડળની બાળાઓ તથા બાળકોને ઇનામોની લ્હાણી કરવામાં આવી હતી, દૂધપૌવાની શીતળ પ્રસાદી ગ્રહણ કરી પૂર્વ ધારાસભ્ય અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનસુખભાઇ ભૂવા, સરપંચ જીતુભાઇ જોશી, પી.એસ.આઇ. ઝાલા સાહેબ, મહાજન શ્રેષ્ઠી પ્રવિણભાઇ સોની તથા કેતનભાઇ સોની, વેપારી મહામંડળ પ્રમુખ મુકેશભાઇ રૂપારેલીયા, અગ્રણી કોન્ટ્રાકટર કાળુભાઇ લીંબાસીયા, તાલુકા પંચાયત સદસ્ય મધુબેન જોશી, પૂર્વ સરપંચ ઇલાબેન શેઠ, વેપારી અગ્રણી જીતુભાઇ રૂપારેલીયા, પટેલ અગ્રણી વિઠ્ઠલભાઇ પાઘડાળ, રાજુભાઇ ગાંધી, પ્રેમજીભાઇ ચોડવડીયા, લોહાણા અગ્રણી પ્રકાશભાઇ પોપટ, અશ્વિનભાઇ ગજેરા સહિતનાઓએ ઇનામ વિતરણ કર્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન જૈન સંઘ પ્રમુખ ભરતભાઇ શેઠે કર્યું હતું.

(12:38 pm IST)