Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બેડી ચોકડી પાસે ટ્રક ડીવાઇડર ટપી રેલવેના પુલની દિવાલ સાથે અથડાયોઃ ફેકાઇ જતા કલીનરનું મોત

જામનગરથી વડોદરા જતી વખતે બનાવઃ જામનગરના કલીનર ૬૭ વર્ષના ગુલશનભાઇ મુરીયાએ દમ તોડયો

રાજકોટ તા. ૧પ :.. મોરબી રોડ બેડી ચોકડી પાસે ટ્રક ડીવાઇડર ટપી રેલવેના પુલની દીવાલ સાથે અથડાતા ફંગોળાઇ જતા જામનગરના વૃધ્ધ કલીનરનું મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ જામનગરમાં કાળી બંગલી દરબારગઢ પાસે વોરાવાડમાં રહેતા કલીનર ગુલશનભાઇ હમદભાઇ મુરીયા (ઉ.૬૭) ગઇકાલે જીજે-૧૦-ટીટી-૩૪૯૪ નંબરના ટ્રકમાં બેસી જામનગરથી વડોદરા જતા હતા ત્યારે મોરબી રોડ બેડી ચોકડીથી સોખડા તરફ ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી ડીવાઇડર કુદાવી સામેના ભાગે રેલવેના પુલની દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કલીનર ગુલશનભાઇ હમદભાઇ મુરીમા ટ્રકમાંથી ફેંકાઇ જતા તેને ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બાદ વૃધ્ધ કલીનર ગુલશનભાઇને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા બી. ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ જે. આર. સરવૈયા તથા રાઇટર અશ્વિનભાઇ રાઠોડે ટ્રક ચાલક નવલસિંહ ચંદુભા જાડેજા (રહે. જામનગર) વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે. બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો છે.

(12:28 pm IST)