Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મોરબીમાં વાઇબ્રન્ટ ડાન્સ એકેડમી દ્વારા બાય બાય નવરાત્રી મહોત્સવ સંપન્ન

મોરબી ખાતે વાઇબ્રન્ટ ડાન્સ એકેડમી દ્વારા મોરબી રાજકોટ હાઇવે પર આવેલ ઉમા પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઇબ્રન્ટ ડાન્સ એકેડમી બહોળી સંખ્યામાં ખેલૈયાઓ એ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસની ભારે રંગત જમાવી હતી અને ટીક ટોક સ્ટાર દેવ બારૈયા અને યુટ્યુબ ફેઇમ  મીરા પટેલ પણ ખેલૈયાઓ સાથે રમવા ઉતર્યા ત્યારે રાસની રમઝટ જોઈ ઉપસ્થિત મહેમાનો વાહ વાહ પોકારી ઉઠયા હતા

વિશાલ રાજપૂત ગઢવી પ્લેબેક સિંગર હિના શૈલાની વૈશાલી ગોહિલ મનોજ સાયરામ કુલદીપ ગઢવી અજય ગઢવી સહિત ગાયક કલાકાર હોય ખેલૈયાઓને મનભરી રાસ રમાડ્યા હતા વિશાળ જગ્યામાં મનોરમ્ય વાતાવરણ માં થયેલ આયોજનની બહોળી સંખ્યામાં લોકોએ મોજ માણી હતી કોરિયોગ્રાફર અને એકેડમી ના સંચાલક ભાસ્કર પૈજા અને તેની ટીમે સુંદર વ્યવસ્થા જાળવી હતી . બાય બાય  નવરાત્રિનું આયોજન એક યાદગાર આયોજન બની ગયું હતું.

(12:27 pm IST)