Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કચ્છના ભચાઉના નંદગામ પાસે પ્લાસ્ટીક કંપનીમાં પ્રચંડ : ફાયર કોલ જાહેર કરાયો

આગને લઈને 10 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા

ભુજ :કચ્છના ભચાઉના નંદગામ પાસે આવેલી પ્લાસ્ટીક મટીરીયલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગને લઈને 10 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

  ફાયર વિભાગે આગને જોતા ફાયર કોલ જાહેર કર્યો હતો. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જે કંપનીમાં આગ લાગી તે પ્લાસ્ટિકની કંપની હોવાનું મનાય છે અને આથી આગ ગણતરીના મિનિટોમાં જ ફેલાવવા લાગી હતી.

(12:09 pm IST)