Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સફાઇ, ગંદકી, અને રોગચાળા મામલે ધોરાજીની વિવિધ સંસ્થાઓ દ્વારા સામુહિક આવેદનપત્ર

ધોરાજી તા. ૧૫: સફાઈ, ગંદકી અને આરોગ્યના પશ્ને છેલ્લા ૧૧ દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. જેને નિભરતંત્ર ગોઠતું નથી. ત્યારે લડાયક મિજાજ ધરાવતા ધોરાજી ના સામાજિક અગ્રણી અને એડવોકેટ સી. એચ. પટેલ એ આક્રોશભેર જણાવેલકે ધોરાજી શહેરમાં ડેંગ્યુ, વાયરલ, મેલેરિયા અને ઝાડા ઉલ્ટી સહિત ગંભીર બીમારીમાં શહેર સપડાયું છે. તંત્રની ઉદાસીનતા ને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. સાફ સફાઈ અને ડિડીટી નો છટકાવ નિયમાનુસાર થતો નથી. ધોરાજી માં દાતાઓના દાનથી કરોડોના ખર્ચે નિર્મિત સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો નથી.

આવા અનેકવિધ પ્રજાકીય પ્રશ્ને જાગૃત અને પ્રબુદ્ધ નાગરીકોની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ ધોરાજી ના તમામ વેપારી એસોસિએશન, વકીલ મંડળ, સામાજિક સંસ્થાઓ,વિવિધ મંડળો દ્વારા આજે મંગળવારે સાંજના ૫ કલાકે શહેરના તમામ નાગરિકો વતી બહોળી સંખ્યામાં શહેરની સ્થિતિ માં સુધાર લાવવા સામુહિક આવેદનપત્ર આપવામાં આવશે.

ત્યારબાદ શહેરની દુર્દશા પાછળ જવાબદારો સામે કાનૂની રાહે કાર્યવાહી પણ કરાશે. તેમ જણાવાયું હતું.

ધોરાજી શહેરમાં અગાઉ કાદવ કિચડની  સમસ્યા સર્જાઈ હતી ત્યારે પણ ધોરાજી ની તમામ સામાજિક સંસ્થાઓ એકજુથ થઈ આંદોલન ના માર્ગે ઉતરતા પરિણામ મેળવવામાં સફળ થયા હતા. આ રોગચાળાના સમયે ફરી શહેરીજનો લડી લેવાના મૂડમાં જણાઈ આવે છે.

(11:57 am IST)