Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પોરબંદર જિલ્લા પંચાયત કચેરીમાં ફડાકાવાળી?

પોરબંદર તા.૧૫: જિલ્લા પંચાયત કચેરીમાં એક પદાધિકારીની નાયબ કક્ષાના અધિકારી સાથે માથાકુટ બાદ નાયબકક્ષાના અધિકારીને ફડીકાં ઝીંકી દીધાની કચેરીની લોબીમાં ચર્ચા થઇ રહી છે.

જિલ્લા પંચાયતની કચેરીમાં બન્ને અધિકારીઓ વચ્ચે બીલ બાબતે માથાંકુટમાં ગરમા ગરમી આવી ગઇ હતી અને બાદમાં ફડાકાં ઝીંકી દીધાનુ તેમજ વાત પોલીસ સુધી પહોચે તે પહેલા ત્રીજી વ્યકિતની દરમિયાનગીરીથી મામલો થાળે પડી ગયાનું ચર્ચાય રહ્યું છે. ત્રણેક માસ પહેલા આ કચેરીની અન્ય શાખામાં એક યુવતીનું આગમન બાદ અધિકારી મર્યાદા ઓળગીં જતાં તેમને ફડાકાં ઝીંકી દેવામાં આવ્યાનું ચર્ચિત બન્યું હતું. ફડાકાવાળીમાં જિલ્લા પંચાયત સમયાંતરે ચર્ચામાં રહ્યા કરે છે.

(11:57 am IST)