Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

એટીએમમાં રૂ. ઉપાડવા જતા લોકો સાથે છેતરપીંડી કરતા દિપકસીંગને ગોંડલ પોલીસે ઝડપી લીધો

પકડાયેલ દિપકસીંગ સેંગર અગાઉ રાજકોટ અને વાંકાનેરના ચોરીના ગુન્હામાં પકડાઇ ચુકયો છે

રાજકોટ, તા., ૧પઃ ગોંડલમાં એટીએમ સેન્ટરમાં રૂપીયા ઉપાડવા જતા લોકો સાથે છેતરપીૅડી કરતા ઠગને પોલીસે ઝડપી લીધોછે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ કોલેજ ચોકમાં બેંક ઓફ બરોડાના એટીેએમ સેન્ટરમાં સપનાબેન મહેતા નામની યુવતી રૂપીયા ઉપાડવાગયેલ ત્યારે એક અજાણ્યા શખ્સે તેને વિશ્વાસમાં લઇ એટીએમ કાર્ડના પીન નંબર મેળવી તેના ખાતામાંથી૧૦ હજાર ઉપાડી લીધા હતા. આ અંગે ફરીયાદ થતા ગોંડલના પીએસઆઇ બી.એલ.ઝાલાએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી છેતરપીંડી કરનાર દીપકસીંગ સંતોકસીંગ સેંગરને દબોચી લીધો હતો.

પકડાયેલ દિપકસીંગ સેંગર અગાઉ રાજકોટ તથા વાંકાનેરમાં અડધો ડઝન ચોરી  અને છેતરપીંડીના ગુન્હામાં પકડાઇ ચુકયો છે. તેણે અન્યકોઇ જગ્યાએ છેતરપીંડી કરી છે કે કેમ? તે અંગે તેનીવિશેષ પુછતાછ હાથધરાઇ છે.

(11:55 am IST)