Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ભુજમાં રાજકીય આગેવાનના પુત્રે છરી વડે હુમલો કરતાં ચકચાર- યુવાનને ગંભીર ઇજા

ભુજ, તા.૧પઃ વર્ષો સુધી કચ્છ કોંગ્રેસમાં અગ્રણી રહેલા ભુજના રાજકીય આગેવાન જુમા ઈશા નોડેના પુત્ર ઇમરાન દ્વારા છરી વડે કરાયેલા હુમલાના બનાવે ચકચાર સર્જી છે. ઇમરાન જુમા નોડેએ ભુજના સ્ટેશન રોડ ઉપરથી પસાર થઈ રહેલા અબ્દુલ હમીદ ઉંમર સમા અને ઇમરાન સોઢાને અટકાવ્યા હતા અને ઇમરાન સોઢાને માર માર્યો હતો, તેમની વચ્ચે પડેલા અબ્દુલ હમીદ ઉંમર સમાને છરી વડે દ્યા મારતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે, પોલીસ ફરિયાદની તજવીજ અને મુસ્લિમ સમાજમાં મચેલી ચકચાર વચ્ચે આ હુમલાના બનાવ બાદ સમાધાનના પ્રયાસો શરૂ કરાયા હતા.

(11:55 am IST)