Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બોટાદ પોલીસની કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતઃ ૩ના મોત

સમઢીયાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં રિક્ષા ફંગોળાતા ૩ મુસાફરાના જીવ ગયા

ભાવનગર : બરવાળા નજીક પોલીસની બોલેરો વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત નિપજયા છે. જયારે ત્રણને ગંભીર ઇજા પહોંચી છે. (તસ્વીર : મેઘના વિપુલ હીરાણી, ભાવનગર)

ભાવનગર તા. ૧પ :.. બોટાદ પોલીસની બોલેરો કાર અને રીક્ષા વચ્ચે બરવાળા નજીક સમઢીયાળા નજીક અકસ્માત સર્જાતા રીક્ષામાં મુસાફરી કરી રહેલ ત્રણ લોકોનાં કરૂણ મોત નિપજયા છે. જયારે અન્ય ત્રણ મુસાફરોને ઇજા પહોંચતા હોસ્પીટલે ખસેડાયેલ છે.

આ ગમખ્વાર અકસ્માતની મળતી વિગતો મુજબ બરવાળા-બોટાદ હાઇવે પર સમઢીયાળા નજીક ગઇ મોડી રાત્રે બોટાદ પોલીસની પી. સી. આર. વાન નંબર જી. જે. ૩૩-જી -૦પ૧૯ અને રીક્ષા નં. જીજે-૪-ટી-સી-૧૬૧ સામ સામી ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાં મુસાફરી કરતાં વિનોદભાઇ હેમુભાઇ સાદરીયા, મહમદભાઇ અમહમદ શાહ અને મેંજીભાઇ ફલજીભાઇ વાઘેલાનાં કરૂણ મોત નિપજયા છે.

જયારે અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઇજા થતાં ૧૦૮ ઇમરજન્સીમાં હોસ્પીટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો.

અકસ્માત એટલો જોરદાર હતો કે બોલેરાની ટક્કર લાગતા રીક્ષા રોડની સાઇડમાં માટીનાં ઢગલા ઉપર ફંગોળાઇ જતાં રીક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માત બાદ મુસાફરો ઇજાગ્રસ્તોની ચીચીયારીઓથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં. આ અંગે બરવાળા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:06 am IST)