Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મોરબીમાં પ્રેરક પ્રમાણિકતા

 મોરબીઃ રવાપર ચોકડી ખાતે ટ્રાફિક પોલીસના દેવજીભાઈ ધનજીભાઈ પટેલ, કપિલ પરમાર, રોહિત ચાવડા અને સમીર સુમરા સહિતના જવાનો ફરજ બજાવે છે જેમાં ટ્રાફિક પોલીસના કપિલભાઈ પરમારને એક પાકીટ મળ્‍યું હતું જેમાં ૩૧૦૦ રૂ રોકડા હોય અને યુનિયન બેંકની ચિઠ્ઠી પણ હોય જેથી ટ્રાફિક જવાને બેંકમાં જઈને તપાસ કરતા આ પાકીટ જેસીબી ઓપરેટર મુસ્‍તુફાભાઈ મૂળ મધ્‍યપ્રદેશ હાલ મોરબી વાળાનું હોવાનું જાણવા મળતા તેમનો સંપર્ક કરીને તેને પાકીટ પરત સોપ્‍યું હતું અને ટ્રાફિક પોલીસના જવાનોએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્‍યું છે.તે તસ્‍વીર.

(10:32 am IST)