Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મોરબીમાં પુસ્‍તકોપ્રેમીઓ માટે ખાસ સોગાત

 મોરબીઃં કુદરતના સાંનિધ્‍યમા આવેલ શ્રી અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રોટરી રીડર્સ કલબનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું દર મહિનાના બીજા રવિવારે આ આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના વાંચન અને સાહિત્‍ય પ્રેમી મિત્રો પુસ્‍તકો વાંચવા આવેલ હતા. ભાવિ રાવલ તેમજ મોરબીના લેખક પુરષોત્તમભાઈ કાલરીયા મોરબી રોટરી રીડર્સ કલબને તેમના પુસ્‍તકો સપ્રેમ ભેટ કર્યા હતાં. આ વખતના મોરબી રોટરી રીડર્સ કલબના રોટેરીયન મિત્રો હરીશભાઈ શેઠ, ભરતભાઈ કાનાબાર, હોઝેફા લાકડાવાલા રાજવીરસિંહ સરવૈયા, રશેષ ભાઈ મહેતા, પુજાબેન મહેતા, રશિદાબેન લાક્‍ડાવાલા, બંસીબેન શેઠ તેમજ મોરબી રોટરી કલબના સેક્રેટરી અબ્‍બાસ ભાઈ લાક્‍ડાવાલા તેમજ મોરબી રોટરી કલબના પ્રેસિડન્‍ટ રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ) ઉપસ્‍થિત રહ્યા હતાં.પુસ્‍તક મેળાની તસ્‍વીર.

(10:31 am IST)