Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગર દ્વારા પર્યાવરણ સંદેશ સાથે ભવ્‍યાતિભવ્‍ય મૂર્તિ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ

વિપુલ હિરાણી ભાવનગર તા.૧૫: આગામી તારીખ ૧૩/૧૧/૨૦૧૯ થી ૧૭/૧૧/૨૦૧૯સુધી શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સરદાર નગરDONATE RED,SPREAD GREEN,SAVE BLUEની થીમ સાથે લોકોમાં પર્યાવરણ જાળવણી ના પ્રેરણાદાયી સંદેશ સાથે વિવિધ કાર્યક્રમો ઉજવણી કરવા થનગની રહ્યું છે. જેમાં તારીખ ૧૩/૧૧/૧૯ ના રોજ સવારે ૯:૦૦ કલાકે મહાયજ્ઞ સ્‍થાપન અને આહવાન, ૧૪/૧૧/૧૯ ના રોજ સવારે ૮:૦૦ કલાકે યજ્ઞ શુભારંભ તેમજ સવારે ૯ થી ૧૧ ભૂતપૂર્વ છાત્ર એવમ યુવા સંમેલન, તેમજ બપોરે ૨:૩૦ થી પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે કાળીયાબીડ ટાંકીથી, અક્ષરવાડી, સેન્‍ટ્રલ સોલ્‍ટ, આતાભાઈ ચોક, રૂપાણી સર્કલથી ગુરુકુળના કેમ્‍પસ સુધી ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રા,પોથીયાત્રા જેમાં વિવિધ સંદેશા પાઠવતા આકર્ષણના કેન્‍દ્ર સમા ફ્‌લોટ્‍સ, હાથી, ઘોડા, બગી, બેન્‍ડ, તલવાર રાસ, ગરબા, આદિવાસી નૃત્‍ય, નાસીક ઢોલ, કવાંટ નૃત્‍ય, અંગ કસરતના દાવ, લેઝિમ, સ્‍કેટિંગ અને કેસરિયાળા સાફા સાથે ૫૦૦ થી વધુ યુવાનો બાઈક અને બુલેટ સાથે જોડાશે. વિશાળ જનમેદનીમાં સંતો મહંતો, યુવાનો, હરિભક્‍તો, વાલીઓ તેમજ ભાવેણાની ભૂમિના નગરજનો જોડાશે જેમાં પીળા વષાોની થીમ અંતર્ગત શોભાયાત્રા આકર્ષણનું કેન્‍દ્ર બનશે. આ સમગ્ર શોભાયાત્રા રંગદર્શી દ્રશ્‍યો દ્વારા ભાવેણાની ભૂમિને આનંદવિભોર કરશે.

તારીખ ૧૫/૧૧/૧૯ ના રોજ મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ સાથોસાથ પ.પૂજય શાષાી સ્‍વામી નારાયણચરણદાસજી ( શ્રી વ્રજભૂમિ આશ્રમ આણંદ) ના વ્‍યાસપીઠે શ્રીમદ્દ ભાગવદ્દ દશમસ્‍કંધની કથાનું પાવનકારી આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વચનનો લાભ પણ પ્રાપ્ત થશે.

બપોરે ૧ થી ૩ માં નારી સન્‍માનની ભાવનાથી મહિલા ઉત્‍કર્ષ મંચનું આયોજન, જેમાં પૂજય શ્રી ગાદીવાળા માતુશ્રી, શ્રી સ્‍મૃતિ ઈરાની ( કેન્‍દ્રીય મંત્રીશ્રી, કાપડ અને મહિલા તથા બાળવિકાસ, ભારત સરકાર), શ્રી વિભાવરીબેન દવે ( મંત્રીશ્રી, મહિલા અને બાળવિકાસ, શિક્ષણ, પ્રવાસધામ ગુજરાત રાજય), ભારતીબેન શિયાળ( સાંસદ શ્રી ભાવનગર) ની વિશેષ ઉપસ્‍થિતિમાં યોજાનાર છે.

તા ૧૬/૧૧/૧૯ ના રોજ CHANT GEETA, ENCHANT KRISHNA થીમ અંતર્ગત શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના અધ્‍યાય ૧ નું ૨૨,૨૨૨ થી પણ વધુ વિદ્યાર્થીઓ અને ભાવિકો દ્વારા શ્વેતવષા પરિધાન સાથે સામૂહિક શ્‍લોકગાન થવા જઈ રહ્યું છે. જેના દ્વારા ભાવેણાની ભૂમિ પવિત્ર આંતરિક ઉર્જાના શબ્‍દ સંચાર દ્વારા સમગ્ર વાતાવરણને પ્રફુલ્લિત કરશે તો આ ભગીરથ કાર્યમાં સર્વ ભાવિકજનો ને પધારવા પણ હાર્દિક આમંત્રણ છે.

તા ૧૭/૧૧/૧૯ ના રોજ કથા પૂર્ણાહુતિ સાથે આ પંચદિવસીય ભવ્‍ય મહોત્‍સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થશે. આ સમગ્ર ભક્‍તિભાવ અને હર્ષોલ્લાસ ભર્યા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી યોગી આદિત્‍યનાથજી ( સંતવિભૂતિ તથા હોનહાર મુખ્‍યમંત્રીશ્રી, ઉત્તર પ્રદેશ), શ્રી અનુરાગ ઠાકુર( કેન્‍દ્રીય નાયબ નાણામંત્રીશ્રી તથા પૂર્વ અધ્‍યક્ષશ્રી ગ્‍ઘ્‍ઘ્‍ત્‍), પદ્મશ્રી રાજયવર્ધનસિંદ્ય રાઠોડ( સાંસદ શ્રી, પૂર્વ કેન્‍દ્રીય મંત્રીશ્રી તથા ઓલમ્‍પિક ગોલ્‍ડ મેડાલિસ્‍ટ), શ્રી જીતુભાઈ વાદ્યાણી( પ્રદેશ અધ્‍યક્ષશ્રી ગુજરાત રાજય, ભાજપા), શ્રી પરષોત્તમભાઇ રૂપાલા( રાજય મંત્રીશ્રી, કૃષિ અને કિસાન કલ્‍યાણ વિભાગ ), શ્રી મનસુખભાઈ માંડવીયા ( રાજયકક્ષા મંત્રીશ્રી, શિપિંગ( સ્‍વતંત્ર હવાલો) કેમિકલ અને ફર્ટિલાઇઝર ), શ્રી જમ્‍યાંગ તિશરીંગ નામગ્‍યાલ ( સાંસદ શ્રી લેહ લદ્દાખ ) વગેરે જેવા મહાનુભાવોની વિશેષ ઉપસ્‍થિતિ શોભામાં અભિવૃદ્ધિ કરશે. આ પાંચ દિવસ દરમિયાન સર્વ ધર્મપ્રિય તેમજ ભાવિક જનતાને પધારવા ગુરુકુળ પરિવાર અને સંચાલક પ.પૂ કે.પી. સ્‍વામી વતી સર્વોને ભાવભર્યું આમંત્રણ.

(10:28 am IST)