Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ગાંધીજીના સપનાના ભારત નિર્માણ માટે મોદી કટીબધ્ધઃ પ્રદર્શન ઉદઘાટનમાં રૂપાલાનું ઉદબોધન

ભુજઃ ગાંધીજીનું વ્યકિતત્વ વૈશ્વિક છે, ત્યારે ભારતની આજની નવી પેઢી ગાંધીજી વિશે જાણે, સમજે અને નવા ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ઘઙ્ગ બની જોડાય એવા ઉમદા હેતુ સાથે ભારત સરકાર ગાંધીજીની ૧૫૦મી જન્મશતાબ્દી ઉજવી રહી છે. એવું કહેતાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટ મધ્યે મેગા મલ્ટી મીડીયા પ્રદર્શન 'ગાંધીજીના સ્વપ્નનું ભારત'ને ખુલ્લું મૂકયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મશતાબ્દી પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે,ઙ્ગ ત્યારે રાજકોટ મધ્યે યોજાયેલા આ મેગા મલ્ટી મીડિયા પ્રદર્શનને નિહાળવા વધુને વધુ લોકો ઉમટે એવી અપીલ શ્રી રૂપાલાએ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈના બાપુના સ્વપ્નનું નવું ભારત નિર્માણ કરવામાં સૌને સાથે જોડાવાની હાકલ શ્રી રૂપાલાએ કરી હતી. ભારત સરકારના કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય અને રિજનલ આઉટ રિચ બ્યુરો દ્વારા આયોજિત આ મેગા મલ્ટી મીડીયા પ્રદર્શન વિશે ગુજરાતના વડા અને એડીજી ડો. ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે, ઇન્ટર એકિટવ ડિજિટલ ડિવાઇસ સાથેનું આ પ્રદર્શન અત્યાધુનિક ઢબે નવી પેઢીને મહાત્મા ગાંધીના જીવન દર્શન વિશેની માહિતી આપે છે. ગાંધી વિચાર વૈશ્વિક છે, ગાંધી વિચારો વિશે સમજ આપતાં આ પ્રદર્શનમાં ડિજિટલ ટેકનોલોજી ઉપરાંત આ પ્રદર્શનમાં ગાંધીજી વિશેના પુસ્તકો પણ ઉપલબ્ધ છે, તો ગાંધી વિચાર સંદર્ભે અભ્યાસુ મહાનુભાવોની ગોષ્ઠી તેમ જ પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરાયું છે. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઈ સાગઠીયાએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. લોકકલાકાર વિનોદ પટેલેઙ્ગ ગાંધીજીનું પ્રિય ભજન 'વૈષ્ણવ જન' ભાવવાહી સુરે રજૂ કરીને ગાંધીજીને ભાવાંજલી અર્પી હતી. પ્રદર્શન નિહાળતાં કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા, રાજકોટના ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઈ સાગઠીયા સાથે એડીજી ડો. ધીરજ કાકડીયા થ્રી ડી હોલોગ્રામ ઇફેકટ દ્વારા દાંડી કૂચ સત્યાગ્રહમાં જોડાયા હતા. આ નિઃશુલ્ક પ્રદર્શન ૧૮ ઓકટોબર સુધી સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી ગાંધી મ્યુઝિયમ,રાજકોટ મધ્યે જાહેર જનતા નિહાળી શકશે. પ્રદર્શનમાં પ્રવેશ વિનામૂલ્યે છે.

(12:21 pm IST)