Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મોરબી જિલ્લામાં પાટીદાર સમાજનું અભિયાન વેગવંતુ: ખોટા ખર્ચા રોકવા પ્રયાસ :વધુ બે ઘડિયા લગ્ન લેવાયા

સમિતિના હોદેદ્દારોએ ઉપસ્થિત રહીને નવદંપતિને આશીર્વાદ આપ્યા

 

મોરબી : આજના આધુનિક યુગમાં લગ્ન જેવા પ્રસંગમાં બેફામ ખર્ચાઓ રોકવા માટે મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિ ટીમ દ્વારા ઘડિયા લગ્નનું અભિયાન શરુ કર્યું હતું જે હજુ પણ સતત ચાલે છે અને તાજેતરમાં વધુ બે ઘડિયા લગ્ન લેવાયા હતા

મોરબીમાં લગ્નની સિઝનમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્ન કરીને ખોટા ખર્ચ રોકવાની જે પહેલ કરવામાં આવી છે જેમાં એક પછી એક પાટીદાર પરિવારો જોડાય રહ્યા છે જેમાં મોરબીના વાંકડા ગામના અંબારામભાઈ પરષોતમભાઈ દેકાવાડીયાના પુત્ર ચિરાગ અને હળવદ માનગઢના ભરત ત્રિભોવનભાઈ કાવરની દીકરી ડીમ્પલબેનના સગાઈના પ્રસંગમાં વડીલોની સહમતીથી ઘડિયા લગ્ન લેવાયા હતા

જયારે ઘડિયા લગ્નના બીજા કિસ્સામાં ખેવારીયાના રહેવાસી હરેશભાઈ વાઘજીભાઈ રાજપરાની દીકરી સેજલ અને પ્રકાશભાઈ નરશીભાઈ અંબાણીના દીકરા કિશનની શ્રીફળ વિધિ અને કંકુ પગલાના પ્રસંગમાં જ ઘડિયા લગ્ન લેવાયા હતા જે બંને ઘડિયા લગ્નને સહમતી આપનાર વડીલોને મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિ હોદેદારોએ અભિનંદન પાઠવ્યા હતા અને સમિતિના હોદેદારોએ ઉપસ્થિત રહીને નવદંપતીને આર્શીવચન પાઠવ્યા હતા

(1:11 am IST)