Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મોરબી જીલ્લાના બે પીઆઈ અને છ પીએસઆઈની આંતરિક બદલી

 

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ અને બે પીઆઈની આંતરિક બદલી કરવાના આદેશ જીલ્લા પોલીસવડા દ્વારા આપવામાં આવ્યા છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ જીલ્લાના પીએસઆઈ અને પીઆઈની બદલીઓ કરી છે જેમાં ડીવીઝનમાં ફરજ બજવતા પીએસઆઈ બી વી ઝાલાની માળિયા, બી ડીવીઝનના પીએસઆઈ આર પી જાડેજાની વાંકાનેર તાલુકા, મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા એલ બી બગડાની ટંકારા પોલીસ સ્ટેશન, વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા બી ડી પરમારની મોરબી સીટી ડીવીઝન, સીટી ડીવીઝનમાં ફરજ બજાવતા એન શુક્લની બદલી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અને માળિયાના પીએસઆઈ જે ડી ઝાલાને લીવ રીઝર્વ (એટેચ-એમઓબી) ખાતે બદલી કરાઈ છે

  ઉપરાંત બે પીઆઈની બદલી કરવામાં આવી છે જેમાં બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢીયાને મોરબી સીપીઆઈ ખાતે તેમજ લીવ રીઝર્વમાં રહેલ પી બી ગઢવીની સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે

(12:58 am IST)