Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

મોરબી જીલ્લાના બે પીઆઈ અને છ પીએસઆઈની આંતરિક બદલી

 

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ અને બે પીઆઈની આંતરિક બદલી કરવાના આદેશ જીલ્લા પોલીસવડા દ્વારા આપવામાં આવ્યા છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ જીલ્લાના પીએસઆઈ અને પીઆઈની બદલીઓ કરી છે જેમાં ડીવીઝનમાં ફરજ બજવતા પીએસઆઈ બી વી ઝાલાની માળિયા, બી ડીવીઝનના પીએસઆઈ આર પી જાડેજાની વાંકાનેર તાલુકા, મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા એલ બી બગડાની ટંકારા પોલીસ સ્ટેશન, વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા બી ડી પરમારની મોરબી સીટી ડીવીઝન, સીટી ડીવીઝનમાં ફરજ બજાવતા એન શુક્લની બદલી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અને માળિયાના પીએસઆઈ જે ડી ઝાલાને લીવ રીઝર્વ (એટેચ-એમઓબી) ખાતે બદલી કરાઈ છે

  ઉપરાંત બે પીઆઈની બદલી કરવામાં આવી છે જેમાં બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢીયાને મોરબી સીપીઆઈ ખાતે તેમજ લીવ રીઝર્વમાં રહેલ પી બી ગઢવીની સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે

(12:58 am IST)
  • ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સીબીઆઈએ સાત સામે કેસ દાખલ કર્યો : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઇએ સાત ભારતીયો ઉપર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસ દાખલ કરી દીધો છે, સાત જેટલા મોબાઇલ ધારકોએ જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી ચાઈલ્ડ પોર્નોગ્રાફી ને લગતું મટીરીયલ્સ ટ્રાન્સમિશન કર્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે access_time 11:09 pm IST

  • વરસાદના કારણે આગામી રવિ સિઝનને ફાયદો : દેશમાં ઘઉંના ઉત્પાદનમાં ફરીવાર નવો રેકોર્ડ બનશે : મોનસુનની સિઝનના છેલ્લા દોરમાં ભારે વરસાદના લીધે ખરીફ સિઝનને નુકશાન પણ રવિ સિઝનને થયેલો ફાયદો access_time 3:54 pm IST

  • લક્ષ્મી વિલાસ બેન્કને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો :જ્યારે બેંકના નિયમોના ઉલ્લંઘન માટે સિન્ડિકેટ બેન્કને પણ 75 લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે access_time 11:05 pm IST