Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકનું મોત : ત્રણ લોકો ઘાયલ

 

સુરેન્દ્રનગર : આજે સાંજે લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતની વધુ એક ઘટના બની છે. લીંબડી નજીક કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.

  ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

(12:47 am IST)