Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જામનગરમાં પોલીસ કર્મચારીએ માર મારતા વેપારીઓમાં આક્રોશઃ રેલી-આવેદન

સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મચારી રોફ જમાવતો સીસીટીવીમાં કેદ

જામનગર, તા. ૧પ : જામનગરમાં તાજેતરમાં પોલીસકર્મીએ માર મારતાં વેપારીઓ રોષે ભરાયા છે ગ્રેઈન માર્કેટમાં એક વેપારીને કોઈ કારણસર પોલીસકર્મીએ માર માર્યો હતો. જેને પગલે નારાજ થયેલા વેપારીઓએ રેલી કાઢી હતી.અને શહેરના બી-પોલીસ સ્ટેશન પહોંચીને એસપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી

વેપારીને માર મારવાની દ્યટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે જેમાં સિવિલ ડ્રેસમાં પોલીસકર્મી રોફ જમાવતો દેખાય છે. અને વેપારીને માર મારે છે. વેપારી તેની ખુરશી પરથી નીચે પડી જાય છે. તે આજીજી કરતો પણ દેખાય છે.

(4:55 pm IST)