Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ભાવનગરનાં આર્ટીસ્ટ નયના પટેલનાં કેનવાસ પેઇન્ટીંગનું હરિયાણામાં પ્રદર્શન

ભાવનગર તા.૧૫: ભાવનગરના આર્ટીસ્ટ નયના પટેલ તા.૨૦ થી રર દરમ્યાન હરિયાણાના રેવારી ખાતે વૃંદા ગાર્ડનમાં પોતાની કલાનું હુન્નર પ્રદર્શીત કરશે.

ત્રણ દિવસ સુધી સતત કેનવાસ પેઇન્ટીંગ કરીને પ્રદર્શનમાં જનતા માટે ખૂલ્લુ મુકશે. અત્રે એ જણાવવાનું કે આ પ્રદર્શન માટે દેશના જુદા-જુદા રાજયોમાંથી સો જેટલા કલાકારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં નયના પટેલની પસંદગી થયેલ છે.

(4:25 pm IST)