Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુરેન્દ્રનગરના રતનપરમાં પ્રેમલગ્નના ડખ્ખામાં હુમલો : ઇજા

રતનપરના ગાંડાવાડી વિસ્તારમાં એક જ કોમના બે પરિવારો વચ્ચે પ્રેમલગ્નના ડખામાં બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. રતનપરના ગાંડાવાડી વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષીય ગફૂરભાઇ કાસમભાઇ માલાણીના દિકરા નવાબભાઇ પ્રેમલગ્ન કર્યા હતા.

આ બાતબનું મનદુઃખ રાખીને શનીવારે બપોરે ૨ કલાકના અરસામાં બાઇક પર ધસી આવી કરીમભાઇ ઉર્ફે કલો ફતેમહમદભાઇ, ઇકબાલભાઇ ફતેમહમદભાઇ ભટ્ટી, મહેબુબભાઇ ફતેમહમદભાઇ ભટ્ટી, ઇમરાનભાઇ ફતેમહમદભાઇ ભટ્ટી, સીકંદર ઉર્ફે સીકો અબ્બાસભાઇ માણેક, સરગમવાળા અબ્બાસભાઇનો ભાણેજ સહિતનાઓએ ગફૂરભાઇ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં ધારીયા, તલવાર, ધોકા વડે હુમલો કરી મૂઢમાર મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત ગફૂરભાઇને સારવાર માટે શહેરની ટીબી હોસ્પિટલ લઇ જવાયા હતા. આ અંગે જાણ થતા જોરાવરનગર પોલીસે ગફૂરભાઇની ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી છે.

(3:43 pm IST)