Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુનો કહેર : અનેક તાલુકાઓમાં પોઝીટીવ કેસ : ધ્રાંગધ્રા પંથકમાં ડેન્ગ્યુના વધુ ૪ કેસ નોંધાતા તંત્ર હરકતમાં

વઢવાણ તા. ૧૫ : ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યવિસ્તારમાં રોગચાળાએ માજા મૂકી છે. જેમાં ખાસ કરી તાવ, શરદી, ઉધરસ સહિતના રોગો તેમન ધુમંઠ, દુદાપુરમાં એક અને ધ્રાંગધ્રા શહેરમા બે એમ કુલ ચાર કેસ ડેન્ગ્યુના કેસ જોવા મળતા લોકોમા ભયનો માહોલ છવાઈ ગયો છે. જયારે દવાખાનાઓ ઊભરાયેલા જોવા મળી રહ્યા છે.

ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના દવાખાના દર્દીઓથી ઊભરાયેલા જોવા મળ્યા છે. જેમાં ખાસ કરીને શરદી, ખાસી, તાવ, મેલેરીયા સહિત ધ્રાંગધ્રાશહેરમાં તળાવ શેરી વિસ્તારમાં, વાદીપરામાં, ગ્રામ્ય વિસ્તારમાં દુદાપૂર, ધુમંઠ સહિતના ગામોમાં ડેન્ગ્યુના કેસ જોવા મળી રહયાં છે. મચ્છરનો ઊપદ્રવ વધતા કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્યવિભાગ દ્વારા તાત્કાલીક યોગ્યપગલા લઈ મચ્છરનો ઊપદ્રવ ઘટાડી અને દર્દીઓ માટે યોગ્ય સારવારની વ્યવસ્થા કરવી જોઈએ અને લોકોની મૂશ્કેલી દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

આ અંગે ધ્રાંગધ્રા તાલુકા આરોગ્ય અધિકારી ડોકટર હીરામણી રામે જણાવ્યું કે ધ્રાંગધ્રા પથકમાં મચ્છરના ઉપદ્રવ ઘટાડવા માટે ફોગીંગ મશીન દ્વારા ઘૂમાડો કરી મચ્છરના ઉપદ્રવ ઘટાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવેલા છે. અને ડેન્ગ્યુના કેસો જે જણાયા છે. તે વિસ્તારમાં આરોગ્યની ટીમો મોકલી સર્વે હાથ ધરી તાત્કાલીક સારવાર કાર્ય શરૂ કરવામાં આવેલ છે જરૂરી દવાઓ પણ આપવામાં આવી છે.

(3:43 pm IST)