Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મોરબીમાં ગરબીમાં થયેલ ડખ્ખામાં ઇજાગ્રસ્ત જયરાજ ગોગરાનું મોતઃ બનાવ હત્યામાં પકટાયો

ગાળો બોલવા પ્રશ્ને ડખ્ખો થયા બાદ ગત શનિવારે હસાલસિંહ, હરદેવસિંહ, પલ્લવ, મહિપાલસિંહ, ભાણું, દિપકસિંહ અને અન્ય ૬ શખ્સોએ છરી પાઇપની ખૂની હમલો કર્યોતાઃ અમદાવાદમાં સારવાર દરમિયાન

મોરબી, તા.૧૫: મોરબીના લીલાપર ચોક પર ગરબીમાં થયેલ ડખ્ખા બાદ બોરીયા યુવાનનું ખૂની હુમલામાં મોત નીપજતા બનાવ હત્યામાં પકડાયો છે. હુમલખોર શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.

બનાવની મળતી વિગત મુજબ ગત તારીખ ૧૩ ને શનિવારના રોજ મોરબીના લીલાપર રોડ પરના સાત હનુમાન સોસાયટીના રહેવાસી નારણ માધા ભરવાડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે જયરાજ જીલુભાઈ ગોગરા, જીગો જીલુભાઈ ગોગરા, અને જયદીપ જીલુભાઈ ગોગરા એ ત્રણ શખ્શો ગરબીમાં આવીને ગાળો બોલતા હોય અને ફરિયાદી ગરબીના આયોજક હોય જેને ગાળો બોલવાની ના કહેતા છરી બતાવી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ સમાપક્ષે જયદીપ જીલુભાઈ ગોગરા મોરબી વાળાએ ગરબીમાં માથાકૂટ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તા. ૧૩ ના રોજ આરોપી હરપાલસિંહ, હરદેવસિંહ,દિલીપસિંહ,પલ્લવ રાવલ, મહિપાલસિંહ ભાણું, દીપકસિંહ અને અન્ય છ અજાણ્યા શખ્સોએ ધોકા,પાઇપ, અને છરી વડે હુમલો કરતા તેને તથા તેના ભાઈ જયરાજને અને જીગરને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડી અને તેના ભાઈ જયરાજને વધુ ગંભીર ઇજા થતાં પેહલા મોરબી પછી રાજકોટ અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા મારમારીનો બનાવ હત્યામાં પલટાયો છે પણ ખરેખર આ માથકૂટ ગરબીની હતી કે કેમ તે હત્યા સંડોવાયાલ આરોપી પકડાયા બાદ જ બહાર આવશે. પોલીસે હત્યામાં સંડોવાયા  શખ્સોની શોધખોધ હાથ ધરી છે.

(3:42 pm IST)