Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્ને રજૂઆતઃ પડધરીમાં રેલી-આવેદન

પડધરી તા.૧૫: સૌરાષ્ટ્ર-કચ્છમાં કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરીને આક્રોશ ઠાલવ્યો હતો.

ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલભાઇ દૂધાત્રા તથા પ્રદેશ મહામંત્રી બી.કે. પટેલ એક સંયુકત અખબારી યાદીમાં જણાવે છે કે હાલ રાજયના કિસાનો પોતાનો ખરીફ પાક વરસાદની અછત વચ્ચે પણ ગમે તેમ પકવી રહ્યા છે. ત્યારે કઠોળ, મગફળી જેવા પાકો બજારમાં આવવા શરૂઆત થઇ ગયેલ છે. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદી માટેનું કોઇ જ તંત્ર ન ગોઠવાતા પ્રતિવર્ષની જેમ તમામ પાકો જે નાના-મધ્યમ ગરીબ કિસાનોના તરત જ વેચી દેવા પડે તેવી સ્થિતીમાં ટેકાના ભાવથી નીચેના ભાવથી ખાનગી વેપારીઓ ખરીદી લેશે અને પછી થી ટેકાના ભાવથી આપવા ભ્રષ્ટાચાર થશે. તેવી ભીતિ સેવાઇ રહી છે.

જેથી તુરંત ટેકાના ભાવથી ખરીદીનું તંત્ર ગોઠવો, રજીસ્ટ્રેશન ચાલુ કરો. પાક વિમાનું ક્રોપ કટીંગ ચોકસાઇ પુર્ણ કરવામાં આવે. તત્કાલ હજુ પણ નહી થયેલ ખરીદ પાણી-પત્રક કરવા આદેશ કરો. તમામ માર્કેટયાર્ડોમાં ફરજીયાત હરાજી ચાલુ કરવો. જમીનોના રી-સર્વેની ભૂલો સુધારવા ભ્રષ્ટાચાર મુકત વ્યવસ્થા ગોઠવો. ડ્રીપ પુનઃલેવાના કિસ્સામાં સહાયનું ધોરણ પૂર્વવત કરો. ખાતરનો ભાવ વધારો પાછો ખેંચો કૃષિક્ષેત્ર પરનો જી.એસ.ટી.સંપૂર્ણ રદ કરો. ડીઝલ-પેટ્રોલના ભાવ વધારાને અટકાવો જેવા અનેક નીતિ વિષયક અને સ્થાનિક જીલ્લા/તાલુકાની સમસ્યાઓને લઇને રાજયભરના ૨૦૦ ઉપરાંત તાલુકામાં તા.૧૫મીને સોમવારે મામલતદારો અને જીલ્લાના હોદેદારો કલેકટરોને આવેદનપત્રો આપ્યા હતા.

(3:42 pm IST)