Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જસદણ સરકારી હોસ્પિટલમાં બારી-બારણાની ચોરી ? ભારે ચર્ચા

 જસદણ તા.૧પ : જસદણની સરકારી હોસ્પિટલમાં રજવાડા સમયના કિંમતી બારી-બારણા ખુદ કર્મચારીઓએ જ સગેવગે કરી દીધા હોવાની ચર્ચાનો માહોલ ગરમ છે. સરકારી હોસ્પિટલમાં બાંધકામ ચાલતા કેટલાંક વિભાગોમાં બારી-બારણા નવા લગાડેલ છે.

જે જુના કિંમતી બારી-બારણા હતા તેનો કયાંય પતો ન હોવાનો ખુદ કર્મચારીઓમાં ગણગણાટ છે. પ્રજાવત્સલ રાજવી ઓઢા ખાચર, એ આ હોસ્પિટલ બંધાવી હતી અને જેમાં શેઠ આદમજી લુકમાનજી જસદણવાળાએ ૧૯૪૭માં ર૦ હજારનું દાન આપેલ હાલ સરકારી હોસ્પિટલ કર્મચારીઓની ફરજથી લઇ કૌભાંડો સુધી ચર્ચામાં છ.ે

આ હોસ્પિટલમાં ભાજપના આગેવાનો કુંવરજીભાઇ બાવળીયા અને ડો. ભરતભાઇ બોઘરા તપાસ કરાવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય.

(3:41 pm IST)