Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મોરબીમાં બાઇકમાં ૭૮ બોટલ દારૂ સાથે જીગ્નેશ પકડાયો

 મોરબી તા. ૧પ : મોરબીના સો ઓરડી વિસ્તારમાંથી પસાર થતા એકિટવા ચાલકને ઝડપી લઈને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ૭૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે

મોરબીમાં દારૂની હેરાફેરી રોકવા મોરબી બી ડીવીઝન પીઆઇ આર.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી. જાડેજા સહિતની ટિમ સમાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હોય દરમિયાન સો ઓરડી રામાપીર મંદિર નજીકથી એકિટવા લઈને નીકળેલા જીગ્નેશભાઇ મનસુખભાઇ મેમદાવાદી, ઉવ ૧૯ ધંધો મજુરી, રહે. સો ઓરડી શેરી નં ૨ મોરબી-૨ વાળાને વિદેશી દારૂની બોટલો નંગ-૭૮ કિ.રૂ.૨૭,૩૦૦ તથા એકટીવા મોટરસાયકલની કિ.રૂ.૨૫,૦૦૦ કુલ મુદામાલ કિ.રૂ.૫૨,૩૦૦ સાથે ઝડપી લીધો હતો.અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી આદરી છે.

(3:41 pm IST)