Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જુનાગઢના પદરીયા ગામે બે લાખનો દારૂ પકડાયો

જુનાગઢ તા. ૧પ :.. પાદરીયા ગામના નગા સરમણભાઇ રાડા રબારીએ બહારથી મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને જે ઇંગ્લીશ દારૂનો જથ્થો તેમણે પાદરીયા ગામમાં જુનાગઢ બીલખા રોડ ઉપર સિધ્ધાર્થનગર લખેલ બોર્ડની બાજુમાં આવેલ ધારા પાનની બાજુની ગલીમાં એક પડતર બંધ ગોડાઉનમાં ઉતારેલ છે. અને હાલ આ ગોડાઉનમાં ઉતારેલ ઇંગ્લીશ દારૂના જથ્થામાંથી નગા સરમણભાઇ રબારી તથા તેમના મડતીયા માણસો એક છોટા હાથી વાહનમાં ઇંગ્લીશ દારૂના જથ્થાની અન્ય કોઇ જગ્યાએ હેરવણી ફેરવણી કરી રહેલ છે. તેવી હકિકતનું રેઇડ કરતા પાદરીયા ગામનો રબારી નગા સરમણભાઇ રાડા તેમજ તેના મડતીયા માણસો તથા છોટા હાથીના ચાલક એ કોઇપણ સમયમાં કોઇપણ રીતે કોઇપણ જગ્યાએથી ચોરી છૂપીથી ગે. કા. ભારતીયા બનાવટનો ઇગ્લીશ પીવાનો અલગ અલગ બ્રાન્ડનો દારૂ તથા બીયર ટીન મળી કુલ બોટલ-ટીન નંગ પ૦૧૬ કિ. રૂ. ર૦,૩૪,૧ર૦ નો મંગાવી તેમનો સંગ્રહ કરી છોટા હાથી નંબર જી.જે. ૧૧ એકસ ૯પ૧૭ કિ. રૂ. ર,૦૦,૦૦૦ માં આ બીયર ટીનની પેટીઓની અન્ય કોઇ જગ્યાએ હેરવણી ફેરવણી કરવા સારૂ તેમાં ભરી અને તેને ઢાંકવા સારૂ ઉપયોગ લીધેલ તાલપત્રી મળી કુલ રૂ. રર,૩૪,૧ર૦ ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવેલ નહી જે મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

આ કામગીરીમાં જૂનાગઢ તાલુકા પો. સ્ટે.ના પો. સ. ઇ. પી. બી. લકકડ તથા એ. એસ. આઇ. પી. જે. વાળા તથા પો. હેડ કોન્સ. કે. બી. ડોબરીયા તથા કે. જે. ડાભી તથા કે. ડી. રાઠોડ તથા એન. વી.રામ તથા પો. કોન્સ. લમખણભાઇ ભાયાભાઇ તથા રવીન્દ્રભાઇ હમીરભાઇ તથા ડાયાભાઇ કાનાભાઇ તથા જયેશભાઇ નારણભાઇ તથા મજીદખાન હુસેનખાન સાથે હતાં.

(3:40 pm IST)