Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સાયલાના કચ્છવાડીના કોન્ટ્રાકટર બધાભાઇ રાઠોડને કારની ઠોકરે ચડાવી હુમલોઃ લૂંટ

બાંધકામ કોન્ટ્રાકટના મનદુઃખમાં ગામના જ ચમાર શખ્સોએ હુમલો કર્યોઃ ૮૫ હજાર રોકડા અને ચેઇન લૂંટી લેવાયાનો આક્ષેપઃ ચમારને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા

રાજકોટ તા. ૧૫: સાયલાના કચ્છવાડી ગામે રહેતાં અને ખેતી મજૂરી કરવા ઉપરાંત સરકારી બાંધકામના કોન્ટ્રાકટ રાખતાં બધાભાઇ જસાભાઇ રાઠોડ (ઉ.૪૦) નામના ચમાર યુવાનના બાઇકને રવિવારે સાંજે કચ્છવાડી-ઢીંકવાડી રોડ પર ગામના જ ચમાર શખ્સોએ અલ્ટો કારની ઠોકરે ચડાવ્યા બાદ લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. હુમલો કરનારાઓએ રોકડ અને સોનાનો ચેઇન પણ પડાવી લીધાનો આક્ષેપ કરાયો છે.

કચ્છવાડી હરિજનવાસમાં રહેતાં બધાભાઇ રાઠોડે હાલમાં સાયલામાં રેલ્વે ક્રોસીંગ પાસે બાંધકામની સાઇટ ચાલુ કરી છે. સાંજે આ સાઇટ પરથી બાઇક હંકારી ઘરે આવી રહ્યા હતાં ત્યારે ઢીંકવાડી રોડ પર અલ્ટો કારના ચાલકે ઠોકરે ચડાવી પછાડી દીધા હતાં. બાદમાં કારમાંથી ઉતરેલા ચાર જણાએ લાકડીથી મારકુટ કરતાં વીંછીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ આ અંગે સાયલા પોલીસને જાણ કરી હતી. હુમલો કરનારા શખ્સો રૂ. ૮૫ હજારની રોકડ અને સોનાનો ચેઇન પણ પડાવી ગાયની નોંધ એન્ટ્રીમાં છે. બધાભાઇના સગાએ જણાવ્યું હતું કે બધાભાઇએ જે કામ રાખ્યું એ કામ ગામના જ ચમાર શખ્સોને રાખવું હતું. આ બાબતે મનદુઃખ ચાલતું હોઇ અગાઉ પણ ફોન કરીને બધાભાઇને ધમકી દીધી હતી. રવિવારે સાંજે તક જોઇ તેમને બાઇક સહિત ઉલાળી દીધા હતાં અને હુમલો કરી રોકડ-ચેઇન લૂંટી જવાયા હતાં. થાન પોલીસે આ બાબતે વિશેષ તપાસ હાથ ધરી છે. હુમલાખોરો ગામના જ ચમાર શખ્સો હોવાનું જણાવાયું છે.

(3:26 pm IST)