Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જામનગરમાં પોલીસકર્મીએ માર મારતા વેપારીઓમાં રોષ :રેલી કાઢી એસપી કચેરી પહોંચ્યા

સિવિલ ડ્રેસમાં પોલીસકર્મી રોફ જમાવતો સીસીટીવીમાં કેદ ;એસપીને આપ્યું આવેદન

જામનગરમાં તાજેતરમાં પોલીસકર્મીએ માર મારતાં વેપારીઓ રોષે ભરાયા છે ગ્રેઈન માર્કેટમાં એક વેપારીને કોઈ કારણસર પોલીસકર્મીએ માર માર્યો હતો.જેને પગલે નારાજ થયેલા વેપારીઓએ રેલી કાઢી હતી.અને શહેરના બી-પોલીસ સ્ટેશન પહોંચીને એસપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી

 વેપારીને માર મારવાની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે જેમાં સિવિલ ડ્રેસમાં પોલીસકર્મી રોફ જમાવતો દેખાય છે. અને વેપારીને માર મારે છે. વેપારી તેની ખુરશી પરથી નીચે પડી જાય છે. તે આજીજી કરતો પણ દેખાય છે.

(1:12 pm IST)