Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જામવંથલી આરોગ્ય કેન્દ્રએ સતત ચોથા વર્ષે ''કાયાકલ્પ'' એવોર્ડ મેળવ્યો

જામવંથલી તા.૧૫: જામનગર જિલ્લાના જામવંથલી ગામે આવેલ પ્રા.આ.કે. એ ભારત સરકારશ્રીના 'સ્વચ્છ ભારત મિશન' અન્વયે ગત રજી ઓકટોબરે જાહેર કરેલ સ્વચ્છતા એવોર્ડમાં સમગ્ર ગુજરાત રાજયમાં ૯૯.૬૦% સ્કોર મેળવી બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે. સતત છેલ્લા ૪ વર્ષથી કાયાકલ્પ એવોર્ડ મેળવી જામનગર જિલ્લાનું ગોૈરવ વધારેલ છે.

આ એવોર્ડ માટે ત્રિસ્તરીય પદ્ધતિથી માર્કિંગ કરી છેલ્લા તબક્કાના માર્કસ ઉપર ઓનલાઇન સ્કોર નાખવામાં આવે છે. અને આ ત્રણેય તબક્કામાં ખુબ જ સારા માર્કસ સાથે અવ્વલ નંબર પ્રાપ્ત કરેલ છે. આ આરોગ્ય કેન્દ્રની શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અભિનંદન પાઠવેલ છે. જામવંથલીના મેડિકલ ઓફિસરશ્રી એ પીએચસીની તમામ સ્ટાફ મિત્રો તથા વ્હાલા દર્દીઓએ આપેલ સાથ સહકાર બદલ આભાર માન્યો હતો.હાલના આ કેન્દ્રને હેલ્થ એન્ડ વેલનેસ સેેન્ટરનો દરજજો આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંતર્ગત જામનગરનું પ્રથમ કેન્દ્ર કાર્યરત છે.(૧.૧)

(12:20 pm IST)