Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ચલાલામાં ગાયત્રી યજ્ઞ સેવાભાવી ડોકટરોનો સન્માનોત્સવ કાર્યક્રમ સંપન્ન

ચલાલા તા.૧૫: શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા વેદમાતા ગાયત્રી, સરસ્વતી માતા લક્ષ્મી માતા, સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજ તથા સોમનાથ મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પુર્ણ થતા ૫૧ -કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા જિલ્લાના શ્રેષ્ઠ ૬ ડોકટરશ્રીઓ ને ''ગાયત્રી સેવા એવોર્ડ'' થી સન્માનીત કરી ''પ્રથમ પાટોત્સવ'' ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ૫૧-કુંડી ગાયત્રી મહાયજ્ઞનો બહોળી સંખ્યામાં યજમાનોએ લાભ લીધો હતો. વેદોકત યજ્ઞ વિધિથી વાતાવરણ દિવ્યમય બની ગયું હતું. અને તમામે સંસ્થામાં ચાલતી સેવાકિય પ્રવૃતિના વેગ માટે વિશેષ આહુતી આપી હતી.

ત્યારબાદ પ.પૂ. વલકુબાપુ, પ.પૂ. સદાનંદબાપુ તથા પ.પૂ. રતિદાદાના વરદ હસ્તે ડો.પી.પી. પંચાલ સાહેબ, ડો. શોભનાબેનમહેતા, ડો. વાઘેલા સાહેબ, ડો. રાઠોડ સાહેબ, ડો. આરતીબેન તથા ડો. સોૈમિલભાઇને ફુલહાર, ઉપવસ્ત્ર, સન્માનપત્ર તથા ''ગાયત્રી સેવા એવોર્ડ'' આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉદયબાપુ, જે.વી.આચાર્ય, બાબુભાઇ રાજયગુરૂ, ગોવિંદભાઇ ગોંડલીયા, બાલુભાઇ તંતી તમામ ડોકટરશ્રીઓ, ગાયત્રી પરિવારના પરિજન ભાઇ-બહેનો તથા ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. અને બધાએ સાથે મહાપ્રસાદ લીધો હતો.

આભાર વિધિ લાલજીભાઇ ખૂંટ દ્વારા કરવામાં આવી હતી. અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન મહેશભાઇ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.(૧.૨)

(12:19 pm IST)