Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

માણાવદરના કતકપરા ગામે બાળકીનું ડુબી જવાથી મોત

જૂનાગઢ તા. ૧૫ : માણાવદરના કતકપરા ગામે બાળકીનું પાણી ભરેલા ખાડામાં ડુબી જવાથી મોત થતા ગમગીની વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, માણાવદર તાલુકાના કતકપરા ગામે વાદીપરામાં રહેતા વિજયભાઇ પરમારની પત્ની પોતાની પુત્રી આસ્થા (ઉ.વ.૪ાા)ને લઇ પથ્થરનાં ભરડીયા નજીકના પાણી ભરેલા ખાડામાં કપડા ધોવા ગઇ હતી.

ત્યારે રમતા-રમતા આસ્થા ખાડામાં પડી જતાં તેનું ડુબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.(૨૧.૧૫)

 

(12:18 pm IST)