Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

માંગરોળનો ખાટકી શખ્સ પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો

જૂનાગઢ તા. ૧૫ : માંગરોળના યુસુફ ઇબ્રાહીમ ઉર્ફે ટટી (ઉ.વ.૫૫) નામના પ્રૌઢની પોલીસે ગૌવંશની કતલ સબબ ધરપકડ કરી હતી.

આ ખાટકી શખ્સ વિરૂધ્ધ એસ.પી. સૌરભસિંઘની સુચનાથી માંગરોળનાં પી.એસ.આઇ. આર.એમ.ચૌહાણે પાસાની દરખાસ્ત કરી હતી. જે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારઘીએ મંજુર કરતા ઇન્ચાર્જ પી.એસ.આઇ. કે.કે.ઓડેદરા અને સ્ટાફે યુસુફની પાસના વોરંટ તળે અટકાયત કરી તેને સુરત ખાતેની જેલમાં મોકલી આપ્યો હતો.(૨૧.૧૫)

(12:17 pm IST)