Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ભાવનગરમાં વણિક પરિવારના બંધ મકાનમાંથી રોકડ-ઘરેણાની ચોરી

ભાવનગર તા. ૧પ :.. ભાવનગરમાં વણિક પરિવારનાં બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો રોકડ, ચાંદીનાં વાસણો સહિતની મતા ઉઠાવી નાસી છૂટયા હતાં.

મળતી વિગતો મુજબ શહેરનાં ફુલવાડી વિસ્તારમાં હિલ ડ્રાઇવર વાઘાવાડી રોડ પ્લોટ નં. રર૬પ-ર માં રહેતાં ભરતભાઇ પારેખ તેના પરિવાર સાથે અમદાવાદ ગયા હતાં. ત્યારે તેનાં બંધ મકાનને નિશાન બનાવી ઘરમાંથી લેપટોપ, ૮ હજાર રોકડા, ચાંદીનાં વાસણો સહિત રૂ. ૪પ હજારની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી છૂટયા હતાં. આ અંગે એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જૂગાર રમતા ઝડપાયા

ભાવનગર શહેરમાં આઇટીઆઇ કોલેજનાં ગેટ પાસે જૂગાર રમતા મહમદ અબ્દુલ રાઠોડ, અલી ઉમર પઠાણ, ઇમરાન હબીબ બાવનકા, અને સોહિલ ગફાર પઠાણ નામનાં ચાર શખ્સોને રૂ. ૧૮૪૦૦ ની રોકડ તથા જૂગારનાં સાહિત્યા સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (પ-૧૧)

(12:13 pm IST)