Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ઉપલેટા ભાયાવદર વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરો : નારણભાઇ

ઉપલેટા તા.૧૫ : ઉપલેટા તાલુકામાં ઉપલેટા - ભાયાવદર વિસ્તારમાં વરસાદની ટકાવારી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય ત્યારે ભાયાવદર વિસ્તારના તમામ ગામોમાં વરસાદ આધારિત વાવેતર હોવાથી આ વિસ્તારના તમામ પાકો નિષ્ફળ ગયેલ છે ત્યારે ગઢાળા ગામના સરપંચ નારણભાઇ આહિરે રાજયના કૃષિમંત્રીને પત્ર પાઠવીને જણાવેલ હતુ કે, આજે ઉપલેટા તાલુકાના ગામોમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ થયેલ છે.

ઉપલેટા તાલુકાને અછતગ્રસ્ત તાલુકો જાહેર કરવો જોઇએ. તેવી જ માંગણી ઉપલેટા તાલુકાના ખેડુત આગેવાનોએ પણ કરી હતી તેમજ આ બાબતે ખેડુત આગેવાનોએ આવેદનપત્રો પણ આપેલ હતા. સરપંચ નારણભાઇએ વધુમાં જણાવેલ હતુ કે, આજે પાક વિમા બાબતે જે ક્રોપ કટીંગની કામગીરી હાથ ધરાઇ છે તેમા પિયતવાળા જ ખેતરો પસંદ કરેલ છે. તેની સામે પણ ઉપલેટા તાલુકાના તમામ ખેડુતોએ જોરદાર વિરોધ નોંધાવેલ છે તેમ અંતમાં જણાવાયુ છે.(૪૫.૬)

(12:13 pm IST)