Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મોજડેમમાં પાણીનો જથ્થો અનામત રાખવા માંગ

ભાયાવદર અને ઉપલેટાને પાણી પુરૂ પાડતા

ભાયાવદર તા.૧૫ : ભાયાવદર તેમજ ઉપલેટાને પાણી પુરૂ પાડતા અને ભાયાવદરની ૨૫ હજારની વસ્તીને પીવાના પાણી માટે મોજડેમ એકમાત્ર મુખ્ય સ્ત્રોત મોજડેમનો પાણીનો જથ્થો અનામત રાખવાની માંગ ભાયાવદર નગરપાલીકાએ જીલ્લા કલેકટરને કરેલ છે.

ભાયાવદરથી ૬ કીમી દૂર આવેલ મોજડેમની પાણીની સપાટી અત્યારે ૩૮ ફુટ છે અને તેમાં ૮ ફુટ કાપ તેમજ માટી હોય ૨૮ ફુટ પાણી બચેલ છે. ભાયાવદર તેમજ આજુબાજુના પાણીના તળ ખૂબ જ નીચા હોય એક માત્ર મોજડેમ આધારીત રહેવુ પડે છે.

આ મોજડેમમાંથી ભાયાવદર ઉપલેટા શહેરની જનતા તથા પાણી પુરવઠા વિભાગ સંચાલીત જૂથ યોજના અંતર્ગત ૧૮ ગામડાઓને પીવાનુ પાણી અપાય છે.

ભવિષ્યમાં વરસાદ ખેંચાય, ઓછો થાય તેવી સ્થિતિમાં આ વરસાદમાં પાણીની મોટી મુશ્કેલી ઉભી થાય તેમ હોય અત્યારે ૩૦ ફુટ જેટલો પાણીનો જથ્થો મોજડેમમાં અનામત રાખવામાં માંગણી કરેલ છે. જેથી કરીને ભવિષ્યમાં આવનારી સ્થિતિ નિવારી શકાય તેવી રજૂઆત ન.પા. ભાયાવદર તરફથી કરાય છે.(૪૫.૩)

 

(12:12 pm IST)