Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

હળવદ : ઘનશ્યામપુરમાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ

હળવદ : હળવદ તાલુકા ઘનશ્યામપુર પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત થઇ ગયેલ હોય, નવુ સાડાચાર કરોડના ખર્ચે અતિ આધુનિક બે માળનું રમત ગમતનું મેદાન, શૈક્ષણિક સાધનોથી સજજ, આઠ રૂમો સહિત બનાવવામાં આવેલ. આ પ્રસંગે હરિકૃષ્ણધામ, રણજીતગઢના તપોમુર્તિ સંત ભકિત હરિસ્વામીના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે સત્યવદન સ્વામી, સ્કુલના આચાર્ય ઇશ્વરભાઇ, જિ.પં. મોરબીના ખેંગારભાઇ કણઝારીયા, ગામના સરપંચ રઘુભાઇ, ના.મા. ધીરૂભાઇ સોનગ્રા, હરપાલસિંહ, સાધુ ગિરીશભાઇ વગેરે સહિતના હતા તેમજ બલદેવભાઇ પરમાર, માધુભાઇ રાઠોડ, નરસિંહભાઇ ચૌહાણ તથા પ્રા.શાળા કુમાર કન્યાનો સ્ટાફ, ગામના અગ્રણીઓ વાલીઓ ઉપસ્થિત રહેલ. સંતોએ આર્શીવચન આપેલ. (તસ્વીર : હરીશ રબારી,હળવદ)(૪૫.૭)

(12:12 pm IST)