Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

વાઇબ્રન્ટ ગુજરાતમાં GCCI દ્વારા સ્ટોલ બુકીંગ કરાવનાર MSME ઉદ્યોગકારોને રાહત દરે સ્ટોલ માટે જગ્યાની ફાળવણી કરાશે

ભાવનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રીજીયોનલ કાઉન્સીલની મીટીંગ

ભાવનગર, તા. ૧પ : ઇસ્કોન કલબ, ભાવનગર ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ ડો. જૈમીન વસાની ચેરમેનશીપ હેઠળ રીજીયોનલ કાઉન્સીલની મીટીંગ સૌરાષ્ટ્ર ચેમબર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના યજમાનપદે યોજાયેલ, જેમાં સુરત, વડોદરા, ગાંધીધામ, બનાસકાંઠા, જામનગર, જુનાગઢ, રાજકોટ, ઝાલાવાડ (સુરેન્દ્રનગર) ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો અને પ્રતિનિધિઓ તેમજ ચેમ્બરની મેનેજીંગ કમીટીના સભ્યો, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તથા શીપ રીસાઇકલીંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ભાવનગર પ્લાસ્ટીક મેન્યુ. એસોસીએશન, સીહોર સ્ટીલ રી રોલીંગ મીલ એસોસીએશન, ભાવનગર ડીસ્ટ્રીકટ સોલ્ટ મેન્યુ. એસોસીએશન, ભાવનગર ડીસ્ટ્રી. ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ચીત્રા ઇન્ઙ એસોસીએશન, વરતેજ જીઆઇડીસીસ એસોસીએશન, બોટાદ જીઆઇડીસી એસોસીએશન તથા સીહોર, પાલીતાણા અને મહુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી સુનિલભાઇ વડોદરીયાએ શાબ્દીક પ્રવચન કરેલ ત્યારબાદ રીજીયોનલ કાઉન્સીલના ચેરમેન ડો. જૈમીનભાઇ વસાએ રીજીયોનલ કાઉન્સીલની કામગીરીની વિગતવાર માહિતી આપેલ. આ ઉપરાંત  એમએસએમઇ કોન્કવેલ-ર૦૧૯ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમીટના આયોજન અંગે થયેલ પ્રગતિ અંગે તથા વિવિધ ચેમ્બર્સને યોજાનાર એકઝીબીશન અને કોન્ફરન્સમાં કેવી રીતે સહભાગી બનાવી શકાય તે અંગે ચર્ચા કરેલ. ગુજરાત ચેમ્બર દ્વારા ગ્લોબલ કોન્કવેલ ચેમ્બર્સ અને નેશનલ કોન્કવેલ ઓફ ચેમ્બર્સના ભાગરૂપે થનાર સમીટમાં ગુજરાત સરકારશ્રી સાથે થનારા આયોજન અંગે જાણકારી આપી હતી.

તેઓએ જણાવેલ કે ગુજરાત સરકાર દ્વારા યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાતમાં જીસીસીઆઇ દ્વારા સ્ટોલ બુકીંગ કરાવનાર એમએસએમઇ ઉદ્યોગકારોને રાહતદરે સ્ટોલ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવશે. ગુજરાત વીંગની યુથ  કમીટીગના પ્રમુખ શ્રી સૌમીલભાઇ પુરોહિતે યુથ વીંગની પ્રવૃતિ વિશે માહિતી આપેલ અને ભાવનગર યુથ ચેપ્ટરની જાહેરાત કરી તેના ચેરમેનપદે અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી બૈજુભાઇ મહેતાની વરણી અંગેને ઘોષણા કરેલ, જેને સૌએ સહર્ષ વધાવી લીધેલ. યુથ વીંગના નવા વરાયેલા પ્રમુખશ્રી બૈજુભાઇ મહેતાએ આભારની લાગણી વ્યકત કરી પોતાની ટીમમાં શ્રી કેતનભાઇ મહેતા, શ્રી હિમાચલભાઇ મહેતા, શ્રી સાગર યોગેશભાઇ કાણકીયા અને શ્રી વર્શીલ ભવનેશભાઇ મહેતાની વરણી કરેલ.

ત્યારબાદ ઉપસ્થિત ૯ રીજીયોનલ ચેમ્બરના પ્રમુખશ્રીઓએ તેમના વકતવ્યમાં પોતાના પ્રશ્નોની વિગતવાર રીતે રજૂઆત કરેલ.

અંતમાં શ્રી જૈમીનભાઇ વસાએ તમામ પ્રશ્નોનો સાથે રહી સરકારમાં રજુઆત કરી તેના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેવા ખાતરી આપેલ.

આ પ્રસંગે ગુજરાત ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દુર્ગેશભાઇ બુચેે પણ પ્રસંગોચીત પ્રવચન કરેલ. તેમજ સેક્રેટરીશ્રી નિલેશભાઇ શુકલએ વાઇબ્રન્ટ સમીટમાં એમએસએમઇ કોન્કવેવ અંગે વિસ્તૃત માહિતી આપેલ.

અંતમાં આભારવિધિ ચેમ્બરના માનદ કોષાધ્યક્ષ શ્રી અશોકભાઇ કોટડીયાએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન ચેમ્બરના એકજીકયુટીવ સેક્રેટરી દિલીપભાઇ વડોદરીયાએ કરેલ. (૮.પ)

(12:10 pm IST)