Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મેઘપરમાં ચંદારાણા કુટુંબના કુળદેવી શ્રી ભવાની માતાજીના મંદિરે બુધવારે હવનાષ્ટમી-મહાપ્રસાદ

વાંકાનેર, તા. ૧૫ :. જોડીયા તાલુકાન મેઘપર ગામે આવેલ સમસ્ત ચંદારાણા કુટુંબના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ આસો નવરાત્રીની આઠમનો હવન, યજ્ઞ, મહાપ્રસાદ સહિતનો પાવન પ્રસંગ તા. ૧૭-૧૦-૧૮ને બુધવારે સવારે ૮.૦૦ વાગ્યાથી પ્રારંભ થશે.

મેઘપર મુકામે શ્રી ભવાની માતાજી મંદિરનું સંપૂર્ણ રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયુ છે અને આસો નવરાત્રી પર્વ પણ ભકિતભાવ સાથે ધામધૂમથી ઉજવાય રહ્યો છે. માતાજીના મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યુ છે અને રાસ-ગરબાની રમઝટ સાથે દરરોજ માતાજીના ગુણગાન ગવાય છે. તા. ૧૭મીએ બુધવારે કુળદેવી માતાજી શ્રી ભવાની માતાજીના સાનિધ્યમાં હવનાષ્ટમીના પાવન દિને સવારે ૮.૦૦ વાગ્યેથી નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. યજ્ઞમાં યજમાન પદે મેઘપરના હાર્દિકભાઈ મુકેશભાઈ ચંદારાણા અને રાજકોટના કિશનભાઈ રાજેશભાઈ ચંદારાણા પરિવાર બીરાજમાન થશે. બપોરે ૧૨.૩૦ કલાકે બીડુ હોમાશે બાદ માતાજીને થાળ-મહાઆરતી બાદ ૧.૦૦ વાગ્યાથી મહાપ્રસાદનો પ્રારંભ થશે. આ પાવન પ્રસંગમાં સર્વે ચંદારાણા કુટુંબને સહપરિવાર પધારવા શ્રી ભવાની માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જાહેર નિમંત્રણ સાથે  યાદીમાં જણાવ્યુ છે.(૨-૮)

(12:07 pm IST)