Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સોમનાથમાં ગુજરાત શ્રમયોગી સંઘની રોજમદારોનાં શોષણ અંગે મીટીંગઃ ૧૮ દિવસનો પગાર અને ૩૦ દિ' કામગીરીથી રોષ

પ્રભાસ પાટણ તા. ૧પ :.. સોમનાથ પ્રભાસ પાટણ ખાતે ગુજરાત રાજયનાં જંગલ ખાતા વિભાગમાં ફરજ બજાવતા રોજમદારોને મળવા પાત્ર લાભો અને સુવિધાઓ બાબતનાં સરકારના ઠરાવો પ્રસિધ્ધ થઇ ચુકેલ હોય આમ છતાં અમુક રોજમદારો કે જેઓ આ ઠરાવ પ્રમાણે  લાભ મેળવવા પાત્ર હોય જોવા રોજમદારો ને પણ લાભો અપાતા ન હોય અને અમુક જવાબદાર અને સક્ષમ અધિકારીઓનાં કાને અવાજ પહોંચાડવાના આશય સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે એક ગુજરાત રાજય સ્તરની મીટીંગ મળેલ હતી.

આ મીટીંગમાં ગુજરાત વન શ્રમયોગી સંઘનાં પ્રમુખ એન. એફ. મલેક, અને તેમની ટીમ તેમજ દરેક જીલ્લાનાં જીલ્લા પ્રમુખો સહિતનાઓએ હાજરી આપેલ હતી.

આ તકે ગુજરાત વન શ્રમયોગી સંઘના પ્રમુખ એન. એફ. મલેકે જણાવેલ કે અત્યારે આ રોજમદારોને ૧૮ દિવસનું ૩૦૩ રૂપિયા લેખે વેતન ચુકવવામાં આવે છે અને કામ પુરા ૩૦ દિવસનું કરાવે છે. આમ આ રોજમદાર કર્મચારીઓનું ભયંકર શોષણ કરવામાં આવેલ છે. આ તકે વેરાવળ આર. ટી. આઇ.  અકીટીવીસ્ટ રામજીભાઇ ચાવડાનું પ્રમુખ એન. એફ. મલેક દ્વારા સન્માન કરવામાં આવ્યું  છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ) (પ-૧૪)

(12:05 pm IST)