Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સોશ્યલ મિડીયામાં ટિપ્પણી મુદ્દે કચ્છના નેત્રા ગામમાં ધીંગાણુ - ૬ને ઇજા

 ભુજ તા. ૧૫ : સોશ્યલ મીડીયા ઉપર હિન્દૂ દેવી દેવતા વિશે અભદ્ર ટિપ્પણી કરાયા ના પગલે નખત્રાણા તાલુકાના નેત્રા ગામે જૂથ અથડામણ થઈ હતી. ગઈકાલે આ સમાચાર વાયુવેગે પ્રસરતા ગામના એક જૂથ દ્વારા સમજાવટ હાથ ધરાઈ હતી પણ તે દરમ્યાન મામલો બીચકયો હતો અને સામસામે બન્ને જૂથ આવી ગયા હતા.

મારામારી થતા રાજેશ અંબાલાલ જોશી, રાહુલસિંહ રાજપૂત, મયુર કાંતિલાલ ચૌહાણ, સ્વરૂપસિંહ સોઢા, સંજય કાંતિલાલ ચૌહાણ, લખન હિતેશ ચૌહાણ ને ઇજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ હતી. જોકે, સમજાવટના પ્રયાસો થતા પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.(૨૧.૯)

(11:39 am IST)