Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ભાવનગરમાં ગરબા રમતી વખતે ચક્કર આવતા પડી જતા બાળાનું મોત

ભાવનગર, તા. ૧૫ :  ભાવનગરમાં ગરબા રમતી વખતે ચક્કર આવતા પડી જતા કિશોરીનું મોત નિપજ્યુ હતું.

મળતી વિગતો મુજબ ભાવનગરના રેલ્વે સ્ટેશન પાસે સાર્વજનીક પ્લોટમાં થયેલ નવરાત્રી આયોજનમાં ગરબા રમતી વખતે હિમાંશીકૌર જીતુસિંગકૌર (ઉ.વ.૧૩)ને અચાનક ચક્કર આવતા પડી જતા બેભાન હાલતે અત્રેની સર ટી હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેનુ મોત નિપજ્યુ હતું.

પગપાળા યાત્રીનું ચક્કર આવતા પડી જતા મોત

બગદાણા દર્શન કરવા પગપાળા આવી રહેલા અમરેલી જિલ્લાના ધારી ગામના જીણાભાઈ હરીભાઈ પરમાર (ઉ.વ. ૬૨)નું રસ્તામાં ચક્કર આવતા પડી જતા બેભાન હાલતે ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેનુ મોત નિપજ્યું હતું.

(11:37 am IST)