Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

લીબડીથી શિયાળી જતી નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું

હજારો લીટર પાણી વેડફાયું ;નબળી કામગીરી સામે લોકોમાં રોષ

સુરેન્દ્રનગરના લીંબડીથી શિયાણી તરફ જતી નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડ્યુ  છે. કેનાલની નબળી કામગીરીના કારણે સતત કેનાલમાં સતત ગાબડા પડતા હોવાનો આરોપ સ્થાનિક ખેડૂતો લગાવી રહ્યા છે.અને નબળી કામગીરી સામે લોકોમાં ભારે  રોષ ફેલાયો છે કેનાલમાં ગાબડાના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. જ્યારે આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.

(8:08 pm IST)